– આ બનાવ મામલે હજૂ ફરિયાદ નોંધાઈ નથી
– સીસીટીવી કેમેરા પણ તસ્કરોએ તોડી નાખ્યાં સ્થાનિકોના પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો
કઠલાલ : કઠલાલના પીઠાઈ ગામે ત્રાટકેલા તસ્કરોએ ચાર દુકાનોના તાળા તોડી માલસામ, રોકડ સહિતની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું જાણવા મળ્યું છે.
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાં ગતરાત્રિના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને એક સાથે ચાર જેટલી દુકાનોના તાળા તોડી માલ સામાનને રોકડ રકમ લઈ ગયા હતા. તસ્કરોએ ઇલેક્ટ્રીક દુકાન, પાનની દુકાન, ડેરી તથા એક ભંગારના પીઠા ઉપર હાથ અજમાવ્યો હતો. ઘટના સ્થળના સીસીટીવી કેમેરા પણ તસ્કરોએ તોડી નાખ્યા હતા. ત્યારે પીઠાઈ જેવા નાનકડા ગામમાં ચોરોએ એક સાથે ચાર દુકાનમાં હાથ ફેરો કરતા ગામજનો દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. ત્યારે હાલ સુધી કઠલાલ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું જાણવા મળ્યું છે.