back to top
Homeમનોરંજનબૉયકટ લુકમાં સ્કૂલ જતી હતી પ્રિયંકા ચોપરા, જૂની તસવીર શેર કરી કહ્યું-...

બૉયકટ લુકમાં સ્કૂલ જતી હતી પ્રિયંકા ચોપરા, જૂની તસવીર શેર કરી કહ્યું- ટ્રોલ ન કરશો!

Priyanka Chopra: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે ગ્લોબલ આઈકન બની ગઈ છે. લોકોને તેની બોલ્ડનેસ ખૂબ જ પસંદ આવે છે. નિક જોનાસ સાથેના લગ્ન બાદથી તે તેના પરિવાર સાથે લોસ એન્જલસમાં રહે છે. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર એક એવી તસવીર પોસ્ટ કરી છે જે જોઈને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ બાબતે પ્રિયંકાએ અપીલ કરી હતી કે, ‘આ ફોટો જોઇને મને ટ્રોલ ન કરશો!’

પ્રિયંકાએ પોતાની બાળપણની તસવીર શેર કરી 

તાજેતરમાં જ પીસીએ સોશિયલ મીડિયા પર પોતાના બાળપણ અને યુવાની એમ બંને સાથે હોય એવો ફોટો શેર કર્યો હતો. જેમાં એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં 9 વર્ષની પ્રિયંકા બૉયકટ લુકમાં જોવા મળે છે તો આ સાથે બીજો ફોટો તેની યુવાનીનો છે જ્યારે તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ ફોટોમાં અભિનેત્રીએ તેના ફેન્સને પોતાના જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનની ઝલક બતાવી હતી. આ સાથે જ આ ફોટો પાછળની સ્ટોરી પણ કેપ્શનમાં જણાવી હતી. 

 પીસી બૉયકટ હેરસ્ટાઈલમાં સ્કૂલે જતી હતી 

અભિનેત્રીએ કેપ્શનની શરૂઆત ટ્રોલ ન કરવાની અપીલ સાથે કરી હતી અને લખ્યું હતું કે, ‘વોર્નિંગ: મારા 9 વર્ષની ઉંમરના બાળપણના આ રૂપને ટ્રોલ ન કરશો. પણ એ વિચારવું એટલું અદ્ભુત છે કે તરુણાવસ્થા અને ઉંમરમાં થોડો વધારો થવાથી એક છોકરીમાં કેટલું પરિવર્તન આવી શકે છે! ડાબી બાજુએ મારો ટીનએજ પહેલાના સમયનો મને સ્કુલમાં બોજ જેવું ન લાગે એ માટે આ એક અજીબ બૉયકટ હેરસ્ટાઈલમાં ફોટો છે… હું કટોરી કટથી અહિયા સુધી પહોંચી છું, તો આ મારા માટે એક જીત છે.’

આ પણ વાંચો: સાસુનું નિધન થયું છતાં સેટ પર હસવાની એક્ટિંગ કરવી પડી: અર્ચના પૂરન સિંહનું દર્દ છલકાયું

બંને ફોટો વચ્ચે 10 વર્ષનું અંતર 

પ્રિયંકા ચોપરાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘જમણી બાજુના ફોટોમાં મારી ઉંમર 17 વર્ષની હતી, જ્યારે હું વર્ષ 2000માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી હતી અને મારા વાળ, મેકઅપ અને આઉટફિટ સાથે મારી જીત સેલિબ્રેટ કરી રહી હતી. આ બંને ફોટો 10 વર્ષથી ઓછા સમયના અંતરે લેવામાં આવ્યા હતા. જયારે હું મનોરંજનની વિશાળ દુનિયામાં પ્રવેશી ત્યારે મને જેમ બ્રિટની સ્પીયર્સે છટાદાર રીતે કહ્યું હતું કે, હું છોકરી નથી અને હજુ સુધી એક સ્ત્રી બની છું. એ સમયે મને પણ એવું જ લાગતું હતું. લગભગ 25 વર્ષ પછી પણ ખરેખર, જ્યારે હું મારી યુવાવસ્થાને યાદ કરું છું ત્યારે હું મારી જાત પ્રત્યે વધુ દયાળુ બની જઉં છે. તમે બધા તમારી યુવાની વિશે વિચારો અને સમજો કે આ ઉંમરે તમારા માટે કેટલું કર્યું છે! તમારી જાતને પ્રેમ કરો, આજે તમે જ્યાં છો ત્યાં સુધી પહોંચવા માટે તમારે ઘણું સહન કરવું પડ્યું છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments