Stock Market Today: ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટો કડાકો નોંધાયા બાદ આજે સુધારા તરફી ખૂલ્યા હતા. જો કે, 10.00 વાગ્યાથી ફરી પાછા રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 348.62 પોઈન્ટ ઉછળી 84648.40ની સપાટીએ પહોંચ્યો હતો. જે બાદમાં વોલેટિલિટી વધતાં 10.42 વાગ્યે 138.92 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.99 ટકા ઘટાડે 12.53 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી 25907.60 પોઈન્ટ સુધી વધ્યા બાદ 10.43 વાગ્યે 46.35 પોઈન્ટ ઘટાડે 25764.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જિઓ-પોલિટિકલ ટેન્શનમાં સતત વધારો અને શેરબજારમાં વધુ પડતાં વોલ્યૂમના કારણે પ્રોફિટ બુકિંગના કારણે વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ગઈકાલે જંગી 9792 કરોડની વેચવાલી નોંધાવી હતી. ચાલુ સપ્તાહના પ્રથમ બે દિવસમાં બીએસઈ માર્કેટ કેપ 4.33 લાખ કરોડ ઘટ્યું છે.
આ પણ વાંચોઃ વધતી મોંઘવારીમાં ભાવ-વધારાનો ભડકો, આજથી મોંઘો થયો કોમર્શિયલ સિલિન્ડર
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3802માંથી 2071 શેર્સ સુધારા તરફી અને 1568 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 181 શેર્સ વર્ષની ટોચે અને 27 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 271 શેર્સમાં અપર સર્કિટ અને 171 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. મેટલ-રિયાલ્ટી, એફએમસીજી શેર્સના ઓફલોડિંગ વધતાં ગાબડું નોંધાયું હતું.