back to top
Homeમનોરંજનસાસુનું નિધન થયું છતાં સેટ પર હસવાની એક્ટિંગ કરવી પડી: અર્ચના પૂરન...

સાસુનું નિધન થયું છતાં સેટ પર હસવાની એક્ટિંગ કરવી પડી: અર્ચના પૂરન સિંહનું દર્દ છલકાયું

Archana Puran Singh : પ્રખ્યાત કોમેડી ટીવી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’માં જોવા મળતી અભિનેત્રી અર્ચના પૂરન સિંહે શોના સેટ પર પોતાનો સાથેનો એક ખાસ અનુભવને શેર કયો છે. કપિલ શર્માના આ  શો પહેલા પણ અર્ચના ઘણાં કોમેડી શોમાં કામ કરી ચૂકી છે. તેનું હાસ્ય પહેલાથી જ ખૂબ લોકપ્રિય છે. હવે અર્ચનાએ તાજેતરમાં જણાવ્યું છે કે કેવી રીતે તેણે પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયનો સામનો કર્યો હતો. અને છતાં પણ ચહેરા પર હસતી રહી હતી.

એક ઇન્ટરવ્યૂમાં અર્ચનાએ કહ્યું હતું કે, ‘એક શો દરમિયાન મેં લગભગ મારો એપિસોડ પૂરો કરી લીધો હતો. માત્ર થોડો જ એપિસોડ બાકી હતો. અને મને મારા સાસુના મૃત્યુની માહિતી મળી હતી. ત્યારે મેં ટીમને કહ્યું કે મારે તરત જ જવું પડશે. પરંતુ શોની ટીમે કહ્યું કે તમે માત્ર બેસો અને હસતા રહો. અમે વીડીયોને જોકસ અનુસાર એડિટ કરી દઈશું. કલ્પના કરો કે મારા મનમાં ત્યારે શું ચાલી રહ્યું હશે. એકબાજુ મારી સાસુનું અવસાન થયું હતી. અને બીજીબાજુ હું કેવી રીતે હસી શકું? હું આ ઇન્ડસ્ટ્રીમાં 30-40 વર્ષથી છું. એટલે મને ખ્યાલ છે કે તમે નિર્માતાના પૈસા બગાડી શકતા નથી. તમે તમારું કામ અધૂરું છોડી શકતા નથી.’

વધુમાં અર્ચનાએ જણાવ્યું હતું કે, ‘મારા પતિ પરમીત સેઠી મારું કામ સમજે છે. જયારે હું સ્ટેજ પર હતી ત્યારે હું કંઈપણ જોઈ શકતી ન હતી, હું માત્ર એટલું જાણતી હતી કે સામે માઈક છે, એક્શન ચાલે છે, અને મારે હસવાનું છે, હસવાનું છે, અને માત્ર હસવાનું જ છે.’

પોતાની કારકિર્દી અંગે અર્ચનાએ કહ્યું હતું કે, ‘મને એક્ટિંગમાં વધુ તક ન મળી તેનો મને કોઈ અફસોસ નથી. હું 15 વર્ષની આ કોમેડીની સફરથી ખુશ છું. જો મેં ફિલ્મો કરી રહ્યો હોત તો કદાચ હું આ સફર ન કરી શકી હોત. ફિલ્મોમાં આટલી લાંબી કારકિર્દી મુશ્કેલ છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments