back to top
Homeબિઝનેસસેન્સેક્સમાં 1272 અને નિફટીમાં 368 પોઈન્ટનું ગાબડું

સેન્સેક્સમાં 1272 અને નિફટીમાં 368 પોઈન્ટનું ગાબડું

ચાઈનાની ઝડપી રિકવરીએ ફોરેન ફંડોનો પ્રવાહ ડાઈવર્ટ થયો

મુંબઈ : ચાઈનાએ ગત સપ્તાહમાં મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપીને અર્થતંત્રને વૃદ્વિના પંથે લાવવા કરેલા મોટા પ્રયાસના પરિણામે શાંઘાઈ શેર બજારમાં ફંડોએ આકર્ષક વેલ્યુએશને મોટી ખરીદી કરી તેજી લાવતાં ફોરેન ફંડ  ડાઈવર્ઝન અને જમ્મુ કાશ્મીર તેમ જ હરિયાણામાં ચૂંટણીઓમાં અપસેટ સર્જાવાના સંકેતોએ આજે ભારતીય શેર બજારોમાં તેજીને બ્રેક લાગી ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરો પાછળ કડાકો બોલાવી દીધો હતો. પાછલા ઘણા દિવસોથી ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટી સતત વિક્રમી નવી ઊંચાઈના શિખરો સર કરતાં રહી ઓવરબોટ બની જતાં કરેકશન-ઘટાડો અનિવાર્ય બન્યો હતો, જેની આજે શરૂઆત થઈ ગઈ હતી. ફોરેન ફંડોની આજે રૂ.૯૭૯૨ કરોડના શેરોની જંગી વેચવાલીએ કડાકો બોલાઈ ગયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોએ આજે એકાએક મોટું ઓફલોડિંગ કરતાં અને બેંકિંગ શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક સાથે ઓટો જાયન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ સહિતમાં તેજીનો વેપાર હળવો થતાં જોતજોતામાં સેન્સેક્સે ૮૫૫૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૮૪૨૫૭.૧૪ સુધી ખાબકી અંતે ૧૨૭૨.૦૭ પોઈનટ ગબડીને ૮૪૨૯૯.૭૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ પણ ૨૫૮૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૨૫૭૯૪.૧૦ સુધી ખાબકી અંતે ૩૬૮.૧૦ પોઈન્ટ ગબડીને ૨૫૮૧૦.૮૫ બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૯ તૂટીને રૂ.૨૯૫૩ 

ઓઈલ-ગેસ શેરોમાં આજે રિલાયન્સ સિવાય એકંદર ફંડોએ ઘટાડે લેવાલી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બોનસ શેરો રેકોર્ડ તારીખ હજુ જાહેર થઈ નહીં હોઈ શેરધારકોને ઘરમાં આવતાં પૂર્વે ઓફલોડિંગમાં શેર રૂ.૯૮.૬૦ તૂટીને રૂ.૨૯૫૩.૮૦ બંધ રહ્યો હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં રૂ.૨૨,૦૦૦ કરોડના શેરોનો રાઈટ ઈસ્યુ કંપનીએ સરકાર આ ઈસ્યુમાં નહીં જોડાવાના સંકેતે રદ કરતાં રૂ.૧૮૦.૦૫  સ્થિર રહ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૮.૭૦ વધીને રૂ.૫૫૭.૯૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૩૦ વધીને રૂ.૨૪૦.૨૫, એચપીસીએલ રૂ.૩.૬૦ વધીને રૂ.૪૪૦.૫૫, બીપીસીએલ રૂ.૨.૫૦ વધીને રૂ.૩૬૯.૮૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૨૫ વધીને રૂ.૩૪૧.૪૦ રહ્યા હતા.

મેટલ શેરોમાં તેજી 

ચાઈનાએ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપતાં મેટલ-માઈનીંગ ક્ષેત્રે મોટી માંગની અપેક્ષાએ ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. એનએમડીસી રૂ.૯.૭૫ વધીને રૂ.૨૪૪.૮૫, એપીએલ અપોલો રૂ.૫૧.૧૫ વધીને રૂ.૧૫૮૪, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૮.૨૫ વધીને રૂ.૧૦૩૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૯.૨૦ વધીને રૂ.૭૮૯.૬૦, ટાટા સ્ટીલ રૂ.૧.૯૫ વધીને રૂ.૧૬૮.૪૫, હિન્દાલ્કો રૂ.૮.૫૫ વધીને રૂ.૭૫૫.૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૩૦ વધીને રૂ.૧૦૩૫.૫૫, એપીએલ અપોલો રૂ.૫૧.૧૫ વધીને રૂ.૧૫૮૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૬૨.૫૯ પોઈન્ટ વધીને ૩૪૬૦૮.૫૭ બંધ રહ્યો હતો.

ઓટો શેરો તૂટયા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ ઓવરબોટ પોઝિશન મોટાપાયે ખંખેરી હતી. હીરો મોટોકોર્પ રૂ.૨૪૨.૭૦ તૂટીને રૂ.૫૭૧૧.૪૫, ટીવીએસ મોટર રૂ.૯૦.૯૦ તૂટીને રૂ.૨૮૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૫.૮૫ ઘટીને રૂ.૩૦૯૬.૨૦, બજાજ ઓટો રૂ.૩૩૮.૬૫ તૂટીને રૂ.૧૨,૩૪૪.૦૫,  મારૂતી સુઝુકી રૂ.૨૬૯.૧૫ તૂટીને રૂ.૧૩,૨૨૮.૨૦, એમઆરએફ રૂ.૨૬૨૯.૨૫, બોશ રૂ.૩૮૧.૧૫ તૂટીને રૂ.૩૭,૫૯૫.૧૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૪.૩૫ ઘટીને રૂ.૩૮૧૦.૭૦ રહ્યા હતા. જ્યારે ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૦૫.૩૫ વધીને રૂ.૪૩૪૯.૯૦ રહ્યો હતો. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૮૬.૬૯ પોઈન્ટ ગબડી ૬૧૦૫૦.૬૯ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૧૧૧૪ પોઈન્ટ ખાબક્યો 

બેંકિંગ શેરોમાં પણ ફંડોની આજે ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. એક્સિસ બેંક રૂ.૩૯.૭૦ તૂટીને રૂ.૧૨૩૨.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૩.૬૫ ઘટીને રૂ.૧૨૭૨.૮૫, કેનેરા બેંક રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૧૧.૪૫, એચડીએફસી બેંક રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૧૭૩૨ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૧૩.૯૪ પોઈન્ટ તૂટીને ૬૦૦૩૮.૦૯ બંધ રહ્યો હતો.

FIIની રૂ.૯૭૯૨ કરોડની વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં રૂ.૯૭૯૧.૯૩ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૬,૬૨૦.૭૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૬,૪૧૨.૭૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૬૪૫.૮૦ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૮૮૦.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૩૪.૭૩ કરોડની વેચવાલી થઈ હતી.

૨૨૨૩ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં વિક્રમી તેજીને બ્રેક લાગી કડાકો બોલાઈ જવા સામે આજે પસંદગીના સ્મોલ શેરોમાં આકર્ષણ છતાં ઘણા મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૩  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૭૯થી ઘટીને ૧૮૧૯ અને ઘટનારની સંખ્યા ૧૯૫૭થી વધીને ૨૨૨૩ રહી હતી.

રોકાણકારોની સંપતિ ઘટી

સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જતાં ફ્રન્ટલાઈન અને એ ગુ્રપ, મિડ કેપ ઘણા શેરોમાં ધોવાણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૩.૫૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૪.૩૫ લાખ કરોડ રહી ગયું હતું.

જાપાનનો નિક્કી ૧૯૧૦  પોઈન્ટ તૂટયો

ચાઈનાના મેગા સ્ટીમ્યુલસ પેકેજે  ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૩૧૪.૧૭ પોઈન્ટ ઉછળીને ૪૦૧૭.૮૫, હોંગકોંગનો હેંગસેંગ ૫૦૧.૩૮ પોઈન્ટ ઉછળીને ૨૧૧૩૩.૬૮ બંધ રહ્યા હતા. જ્યારે જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૯૧૦.૦૧ પોઈન્ટ તૂટીને ૩૭૯૧૯.૫૫ રહ્યો હતો. સાંજે યુરોપના  દેશોના બજારોમાં ગાબડાં પડયા હતા. લંડન શેર બજારનો ફુત્સી ૫૭ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૧૫૫ પોઈન્ટ ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૩૬ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments