મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. વિશ્વ બજારના સમાચાર ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરી બજારમાં નવી માગના અભાવે માનસ નફારૂપી વેંચવાનું રહ્યું હતું.
અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૭૭૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૭૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦ હજારના મથાળે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ઔંમશના નીચામાં ૨૬૩૪ થઈ ૨૬૪૧થી ૨૬૪૨ ડોલર રહ્યા હતા. ફંડોની નફારૂપી વેચવાલીૂ દેખાઈ હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઘટી ઔંશના નીચામાં ૩૧.૦૪ થઈ ૩૧.૩૪થી ૩૧.૩૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૪૦૦ વાળા રૂ.૭૪૮૯૬ના રૂ.૭૫૪૦૦ વાળા રૂ.૭૪૮૯૬ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૭૦૦ વાળા રૂ.૭૫૧૯૭ બોલાતા થયા હતા જાયારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૭૦૦ વાળા રૂ.૮૯૪૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમની ભાવ ઔંશના નીચામાં ૯૮૦ થઈ ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૯૯૫ થઈ ૧૦૦૬થી ૧૦૦૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૪ ટકા નરમ હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૧.૨૬ થઈ ૭૧.૪૦ ડોલર જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૭.૫૭ થઈ ૬૭.૭૦ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી.
સાઉદી અરેબિયામાં ઉત્પાદન વધારાશે એવી ચર્ચાતી શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ દેખાયા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૯ પૈસા વધી રૂ.૮૩.૮૦ રહ્યા હતા. શેરબજારમ ગબડતાં કરન્સી બજારમાં રૂપિયામાં પીછેહટ દેકાઈ હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૨ પૈસા વધી રૂ.૧૧૨.૨૪ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩૫ પૈસા ઉંચકાઈ રૂ.૯૩.૭૭ બોલાતા થયા હતા. રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૦.૧૪ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૦૬ ટકા પ્લસમાં રહી હતી એવું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું.