back to top
Homeસ્પોર્ટ્સIND vs AUS Test: બિહારના લાલે મચાવી ધૂમ... 13 વર્ષની ઉંમરે સૌથી...

IND vs AUS Test: બિહારના લાલે મચાવી ધૂમ… 13 વર્ષની ઉંમરે સૌથી ઝડપી સદી ફટકારી સર્જ્યો અનોખો રેકોર્ડ

IND vs AUS Test: ભારતની મેન્સ ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝને 2-0થી જીતીને રેકોર્ડ જીતનો અદ્દભુત સિલસિલો યથાવત રાખ્યો છે. જોકે આ મેચની સાથે-સાથે ભારતની અન્ડર 19 ટીમ પણ ઓસ્ટ્રેલિયા સામે મજબૂતીથી લડી રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં 13 વર્ષના બેટ્સમેને શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. બંને ટીમો વચ્ચે બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝ મેચ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે.

વૈભવનો વૈભવી રેકોર્ડ :

આ મેચમાં બિહારના લાલે માત્ર 58 બોલમાં સદી ફટકારીને અનેક રેકોર્ડ તોડ્યા છે. સૌથી ઝડપી સદી ફટકારવામાં વૈભવ હવે ઈંગ્લેન્ડના બેટ્સમેન મોઈન અલી બાદ બીજા ક્રમે પહોંચ્યો છે. મોઈને 2005માં અંડર-19માં 56 બોલમાં સદી ફટકારી હતી. ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ અંડર-19 ટેસ્ટમાં એક ઇનિંગ દરમિયાન 14 ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી માત્ર 62 બોલમાં 104 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ સાથે વૈભવે કોઈપણ ભારતીય પ્લેયર દ્વારા સૌથી ઝડપી સદીનો નવો વિક્રમ સ્થાપ્યો છે.

આ ટેસ્ટ મેચની વાત કરીએ તો પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના 293 રનના સ્કોરનો ભારતે શરૂઆતમાં મજબૂત પ્રતિસાદ આપ્યો હતો. શાનદાર શરૂઆત બાદ મિડલ અને લોઅર ઓર્ડરના નબળા પરફોર્મન્સના કારણે ભારત 296માં ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસના ત્રીજા સેશનમાં સમાચાર લખાય છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 15 ઓવરમાં 67 રને 1 વિકેટ છે.

રણજીમાં પણ ડેબ્યુ :

વૈભવ-એ જ બેટ્સમેન છે જેણે રણજી ટ્રોફી 2024માં માત્ર 12 વર્ષ અને 284 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. સચિન તેંડુલકર સહિત ઘણા ખેલાડીઓના રેકોર્ડ તોડીને આ નામના મેળવનાર તે ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

નવ વર્ષની ઉંમરે ક્રિકેટ ઈનિંગ શરૂ કરી :

વૈભવની બેટિંગ શૈલી પૃથ્વી શો અને શિખર ધવન જેવી છે. ઓસ્ટ્રેલિયા સામેની તેની ઇનિંગ્સમાં સ્ક્વેર ડ્રાઇવ, ડીપ મિડ-વિકેટ પર પુલ અને કવર ડ્રાઇવ જેવા વિવિધ પ્રકારના શોટ્સે અનેક દિગ્ગજ ખેલાડીઓની યાદ અપાવી છે. સૂર્યવંશીની ક્રિકેટ સફર નવ વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. વૈભવે તેના પિતા સંજીવ સૂર્યવંશી પાસેથી પ્રારંભિક કોચિંગ મેળવ્યું હતુ. પિતાના ક્રિકેટ પ્રત્યેના જુસ્સા અને તેમના પોતાના સમર્પણે વૈભવને આટલી નાની ઉંમરે નોંધપાત્ર સફળતા હાંસલ કરવા પ્રેરણા આપી છે અને આ પ્રકારની ઈનિંગથી વૈભવ ભારતીય ક્રિકેટ માટે એક આશાસ્પદ પ્રતિભા બની ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments