આજે (29 ઓક્ટોબર) ધનતેરસના દિવસે સોનું ઓલટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના ડેટા મુજબ, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 601 વધીને રૂપિયા 78,846 થયો છે. અગાઉ સોનું 78,245 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું તેમજ ચાંદીની કિંમત પણ 1,152 રૂપિયા વધીને 97,238 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.96,086 હતો તેમજ આ મહિને 23 ઓક્ટોબરે ચાંદી રૂ. 99,151ની ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. કેરેટ પ્રમાણે સોનાનો ભાવ 4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ આ વર્ષે અત્યારસુધીમાં સોનું 15,494 રૂપિયા મોંઘું થયું સંદર્ભ: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસો આગામી ધનતેરસ સુધીમાં સોનું 87 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભૌગોલિક રાજકીય તણાવ અને તહેવારોની સિઝનને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આ વર્ષના અંત સુધીમાં સોનું 79 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે તેમજ આગામી મહિના સુધી સોનું 87 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ પહોંચી શકે છે. માત્ર સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશાં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક સાથે સર્ટિફાઈડ સોનું ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવું – AZ4524. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે. સોના સંબંધિત આ સમાચાર પણ વાંચો આજે ધનતેરસ, આ દિવસે સોનામાં રોકાણ કરવું શુભઃ આવતા વર્ષ સુધીમાં સોનું ₹87 હજાર સુધી પહોંચી શકે છે આજે 29મી ઓક્ટોબરે ધનતેરસ છે. આ દિવસે સોનામાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. હાલમાં સોનું 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી ધનતેરસ સુધીમાં સોનું 87 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.