પૂર્વ ભારતીય ક્રિકેટર વી.વી.એસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો છે. આવી સ્થિતિમાં લક્ષ્મણને વ્હાઇટ બોલની ટીમનો કોચ બનાવ્યો છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબાઝે દાવો કર્યો છે કે લક્ષ્મણને કોચ બનાવ્યો છે, જોકે BCCIએ આ વાતની પુષ્ટિ કરી નથી. ભારતીય ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ સિરીઝ આઠમી નવેમ્બરથી રમાશે. કોચિંગ સ્ટાફમાં બહુતુલે, કાનિટકર અને ઘોષનો પણ સમાવેશ
લક્ષ્મણની સાથે નેશનલ ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલા સાઇરાજ બહુતુલે, હૃષિકેશ કાનિટકર અને સુભદીપ ઘોષ સપોર્ટિંગ સ્ટાફ તરીકે જશે. બહુતુલે તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપ માટે ઈન્ડિયા-Aના હેડ કોચ હતો. જ્યારે, કાનિટકર બેટિંગ કોચ હતા અને સુભદીપ ઘોષ ફિલ્ડિંગ કોચ હતા. ટીમ 4 નવેમ્બરની આસપાસ સાઉથ આફ્રિકા જવા રવાના થશે. ભારત 8, 10, 13 અને 15 નવેમ્બરે અનુક્રમે ડરબન, ગબેરા, સેન્ચુરિયન અને જોહાનિસબર્ગમાં ચાર ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. BCCIએ 25 ઓક્ટોબર (શુક્રવારે) ચાર T20 મેચ માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝમાં ક્લીન સ્વીપ
ટીમ ઈન્ડિયાએ આ મહિને બાંગ્લાદેશ સામેની 3 મેચની હોમ સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ સિરીઝમાં હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. તેણે 118 રન બનાવ્યા અને એક વિકેટ પણ લીધી. આ ઉપરાંત ત્રીજી મેચમાં સંજુ સેમસને T-20 ઈન્ટરનેશનલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને યશ દયાલ.