back to top
Homeગુજરાતઅંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર:દિવાળીના તહેવારને લઈને દર્શનાર્થીઓની સરળતા અને સુગમતાને ધ્યાને...

અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર:દિવાળીના તહેવારને લઈને દર્શનાર્થીઓની સરળતા અને સુગમતાને ધ્યાને રાખી મંદિર ટ્રસ્ટનો નિર્ણય

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમિયાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે. તારીખ 02/11/2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00થી 6:30 રહેશે, દર્શનનો સમય સવારે 6:30થી 11:30નો રહેશે, રાજભોગ બપોરે – 12:00 કલાકે, બપોરે દર્શન 12:30થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે. તારીખ 03/11/2024 કારતક સુદ બીજથી તારીખ 06/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 06:30થી 07:00 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 07:00થી 11:30નો રહેશે, રાજભોગ બપોરે-12:00 કલાકે, બપોરે દર્શન 12:30થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે. તારીખ 07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 07:30થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશે, રાજભોગ બપોરે-12:00 કલાકે, બપોરે દર્શન 12:30થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments