back to top
Homeમનોરંજનકાર્તિક આર્યન ભણવાના બહાને મુંબઈ જવા નીકળ્યો:ઓડિશન માટે અઢી કલાકની મુસાફરી, ફિલ્મ...

કાર્તિક આર્યન ભણવાના બહાને મુંબઈ જવા નીકળ્યો:ઓડિશન માટે અઢી કલાકની મુસાફરી, ફિલ્મ મળી એ જ દિવસે અકસ્માત થયો

ઈન્ડસ્ટ્રીનો એક એવો આઉટસાઈડર, જે ફેસબુક અને ગૂગલ દ્વારા ઓડિશન શોધતો હતો. ઓડિશન લેનારાઓ તેનું અપમાન કરતા કે તમે ક્યારેય એક્ટર બની શકશો નહીં. ક્યારેક ફિલ્મો મળતી હોય તોપણ છેલ્લી ઘડીએ એમાંથી હટાવી દેવામાં આવતો, જોકે પોતાના આત્મવિશ્વાસથી જ આવી મુશ્કેલીઓ તેનાં સપનાંને કચડી ન શકી. અમે વાત કરી રહ્યા છીએ એક્ટર કાર્તિક આર્યનની. મધ્યપ્રદેશના ગ્વાલિયરનો વતની અને બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાંના એક બની ગયેલા કાર્તિકની સફળતાની સ્ટોરી ઘણી રસપ્રદ છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે તેમને અહીં સુધી પહોંચવા માટે કોઈ સપોર્ટ મળ્યો નથી. તેઓ આજે જે સ્થાન પર છે એ તેમના વર્ષોના સંઘર્ષ અને દૃઢ નિશ્ચય કારણે છે. સંઘર્ષથી સફળતા સુધીની સ્ટોરી, કાર્તિકના જ શબ્દોમાં… માતા-પિતા ડૉક્ટર, પરંતુ પરિસ્થિતિ સારી ન હતી
કાર્તિક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેનાં માતા-પિતા ડોક્ટર છે, તેમ છતાં પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. કાર્તિક અને તેની બહેનની જરૂરિયાતો પૂરી કરવા માટે માતા-પિતાને ઘણાં બલિદાનો આપવા પડ્યાં હતાં. આ જ કારણ છે કે કાર્તિકને તેના સંઘર્ષથી ઘણું મોટિવેશન મળે છે. તે તેની માતાને ફાઇટર માને છે અને તેના પગલે આગળ વધી રહ્યો છે. બાળપણમાં હું ડોક્ટર અને એન્જિનિયરિંગ સિવાય બીજું કંઈ વિચારી શકતો નહોતો
કાર્તિકનાં માતા-પિતા ડોક્ટર હોવાથી દેખીતી રીતે નાનપણથી જ તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે કાં તો ડોક્ટર બનો અથવા એન્જિનિયરિંગ કરો. જોકે કાર્તિકને ફિલ્મોમાં રસ હતો. તેણે કહ્યું, ‘નાનપણમાં હું કહેતો હતો કે મારે ડોક્ટર કે એન્જિનિયર બનવું છે. જોકે ફિલ્મો જોતી વખતે મને એકટિંગ તરફ ઝુકાવ ક્યારે થવા લાગ્યો એનો ખ્યાલ જ ન રહ્યો. મારા ઘરમાં ફિલ્મો ઘણી જોવાતી. દર સપ્તાહના અંતે હું અને મારી બહેન ટીવી સામે બેસતાં. બાળપણમાં અમારી પાસે માત્ર બે-ત્રણ કામ હતાં. મૂવી જોવું, ખેલકૂદ, બહાર જવું અને રમવું. અભ્યાસના બહાને મુંબઈ જવા નીકળ્યો
વધતી જતી ઉંમર સાથે કાર્તિકને એકટિંગમાં રસ વધતો ગયો. કાર્તિકે નક્કી કર્યું કે તેણે કોઈક રીતે એકટિંગની દુનિયામાં પ્રવેશ કરવો છે, પરંતુ આ માટે તેણે મુંબઈની માયા નગરીની મુસાફરી કરવી પડશે. ઉપરાંત ત્યાં જવા માટે કોઈ બહાનું પણ જોઈતું હતું. આ કારણોસર તેણે મુંબઈ અને તેની આસપાસની કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ શરૂ કર્યો. તે મુંબઈ આવીને અભ્યાસ કરવા અને ઓડિશનનું કામ પણ કરાવવા માગતો હતો. ઓડિશન આપવા માટે દરરોજ અઢી કલાકની મુસાફરી કરતો
કાર્તિક નવી મુંબઈમાં બેલાપુર નામના સ્થળે ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યાંથી તે દરરોજ અઢી કલાકની મુસાફરી કરીને અંધેરી પહોંચતો હતો. ફિલ્મના મોટા ભાગના ઓડિશન અંધેરીમાં યોજાયાં હતાં. કાર્તિક તેની સાથે કપડાં લઈ જતો હતો. ઓડિશન સ્થળ પર ક્યાંક વોશરૂમ શોધતો, જેથી ત્યાં કપડાં બદલી શકીએ. કાર્તિકને ઘણી વખત ઓડિશન આપવાથી પણ અટકાવવામાં આવ્યો હતો. માત્ર એટલા માટે કે તેઓ કોઈપણ રેફરન્સ વગર સીધો ત્યાં પહોંચી ગયો હતો. એડ ફિલ્મમાં પણ કામ કર્યું, રિજેક્શન મળતાં દિલ તૂટી જતું
કાર્તિકે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં તેણે ઘણી એડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અહીં પણ તેને કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે માત્ર પાટિયું પકડીને કેમેરાની સામે ઊભો રહેતો. કોઈ મોટો રોલ મળતો નહોતો તેમજ ઘણાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત કાર્તિકની હિંમત તૂટી ગઈ હતી. તે રડતો પણ હતો. જે દિવસે ફિલ્મ મળી એ દિવસે એક જીવલેણ અકસ્માત થયો
એ સમય 2010-2011 વચ્ચેનો હતો. કાર્તિકના સિતારા થોડા ચમકવા લાગ્યા. તે કોઈક રીતે લવ રંજનની ફિલ્મ ‘પ્યાર કે પંચનામા’ના ઓડિશનમાં પહોંચી ગયો હતો. ત્યાં ઓડિશનમાં પસંદગી પામ્યો, જોકે ત્યાંથી પરત ફરતી વખતે તેનો અકસ્માત થયો હતો. તેણે કહ્યું, ‘ઓડિશનમાંથી પરત ફરતી વખતે હું જે રિક્ષામાં બેઠો હતો એ પલટી ગઈ. મારા પગમાં ફ્રેક્ચર થયું હતું. એવું લાગ્યું કે બધાં સપનાં ત્યાં ચકનાચૂર થઈ ગયાં. હું વિચારવા લાગ્યો કે મને બહુ મુશ્કેલીથી ફિલ્મ મળી છે, હવે હું કેવી રીતે શૂટ કરી શકીશ. મને ફિલ્મમાંથી બહાર કાઢી નાખવામાં આવશે એવો ડર હતો, જોકે જ્યારે મેં ફિલ્મની પ્રોડક્શન ટીમને વિનંતી કરી ત્યારે તેમણે શિડ્યૂલને થોડા દિવસો લંબાવી દીધું હતું. બે ફિલ્મ કર્યા પછી પણ તે 12 લોકો સાથે PGમાં રહેતો
‘પ્યાર કા પંચનામા’ કર્યા પછી કાર્તિકે લવ રંજનની બીજી ફિલ્મ ‘આકાશવાણી’ કરી. બંને ફિલ્મો તેને નોંધપાત્ર ઓળખ મળી. ખાસ કરીને ‘પ્યાર કા પંચનામા’માં તેનો 5 મિનિટનું એકપાત્રી નાટક ઘણું ફેમસ થયું, જોકે બે ફિલ્મ કર્યા પછી પણ કાર્તિકનો સંઘર્ષ ચાલુ રહ્યો. તે હજુ પણ 12 લોકો સાથે એક જ પીજીમાં રહેતો હતો. કાર્તિક સાથે રહેતા મિત્રો મોટે ભાગે સંઘર્ષ કરતા કલાકારો હતા. કાર્તિક તેનાં માતા-પિતા પાસેથી પણ વધુ પૈસા માગી શકતો નહોતો, આથી ક્યારેક તે પોતાના ખર્ચા માટે મિત્રો પાસેથી પૈસા ઉછીના લેતો હતો. 2018માં સફળતા મળી
કાર્તિકને ફિલ્મ ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’થી સફળતા મળી હતી. આ ફિલ્મે 100 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ પછી તેને મોટી ફિલ્મો મળવા લાગી. કોરોનાકાળ દરમિયાન, ‘ભુલભુલૈયા 2’ એ 260 કરોડથી વધુની કમાણી કરી અને કાર્તિકને એક પ્રોફેશનલ એક્ટર તરીકે સ્થાપિત કર્યો. સપનું મા-બાપ સાથે મોટા ઘરમાં રહેવાનું હતું
કાર્તિકનું સૌથી મોટું સપનું હતું કે તે તેનાં માતા-પિતા સાથે મુંબઈ શહેરમાં એક ઘરમાં રહી શકે. શહેર મોંઘું હોવાથી શરૂઆતમાં આ સપનું પૂરું કરવું મુશ્કેલ હતું. જોકે થોડી સફળતા મળ્યા પછી તેણે પહેલા મુંબઈમાં એક ઘર ખરીદ્યું, જ્યાં તે હવે તેનાં માતાપિતા સાથે રહે છે. અક્ષય સાથેની સરખામણી પર શાહરુખે કહ્યું- બંનેના લેવલને સ્પર્શ કરી શકું એમ નથી
કાર્તિકની સરખામણી શાહરુખ ખાન અને અક્ષય કુમાર સાથે થાય છે. આ બે સુપરસ્ટાર્સની જેમ, કાર્તિક પણ એક આઉટસાઈડર છે અને હાલમાં તે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા કલાકારોમાંનો એક છે. ભલે દર્શકો અને ચાહકો કાર્તિકની તુલના શાહરુખ અને અક્ષય સાથે કરે છે, પરંતુ કાર્તિક પોતે આ બાબતે અલગ જ અભિપ્રાય ધરાવે છે. તેણે કહ્યું, ‘અક્ષય અને શાહરુખ સર સાથે મારી કોઈ સરખામણી નથી. બંનેની સફર ઘણી મોટી રહી છે. આ બંનેએ ઘણાં વર્ષો સુધી લોકોનાં દિલ પર રાજ કર્યું છે. હું પોતે પણ આ બંનેનો ફેન છું. હું તેમના લેવલને સ્પર્શ કરી શકતો નથી. હા, મારી પાસે એવા દર્શકો પણ છે, જે મને પસંદ કરે છે. હું શક્ય એટલું તેમનું મનોરંજન કરવાનો પ્રયાસ કરું છું. એક સમયે થર્ડ હેન્ડ કારમાં ડ્રાઇવિંગ કરતો હતો, આજે ગેરેજમાં મિની કૂપર, લેમ્બોર્ગિની સહિતની ઘણી ગાડીઓ
કાર્તિક પાસે હાલમાં મિની કૂપર અને લેમ્બોર્ગિની સહિત ઘણી કાર છે. જોકે સંઘર્ષના દિવસોમાં તે થર્ડ હેન્ડ કારમાં ડ્રાઇવિંગ કરતો હતો. આ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘મેં થર્ડ હેન્ડ કાર ખરીદી હતી. એ એવી કાર હતી કે કોઈ તેએ મફતમાં પણ ખરીદશે નહીં. ઘણાં વર્ષો સુધી એનો ઉપયોગ કર્યો. બસ, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, મારી પાસે સારી કાર ખરીદવા માટે વધારે પૈસા નહોતા. માત્ર કામ ચલાવવા માટે લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments