back to top
Homeમનોરંજનબોબી દેઓલની 'કંગુવા'ના એડિટરનું રહસ્યમય મોત:43 વર્ષના નિષાદ યુસુફની લાશ મળતા સનસનાટી,...

બોબી દેઓલની ‘કંગુવા’ના એડિટરનું રહસ્યમય મોત:43 વર્ષના નિષાદ યુસુફની લાશ મળતા સનસનાટી, 3 દિવસ પહેલાની પોસ્ટ વાઈરલ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. સૂર્યા અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘કંગુવા’ના એડિટરનું રહસ્યમય મોત છે. નિશાદ યુસુફ 30 ઓક્ટોબર બુધવારે કોચીમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. નિષાદ યુસુફના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાય ગયો છે. જ્યારે પોલીસે નિશાદ યુસુફના મૃત્યુની તપાસ શરૂ કરી છે, તો તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હેડલાઇન્સ બની રહી છે. ત્રણ દિવસ પહેલા કરી હતી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
નિષાદ યુસુફે મૃત્યુના ત્રણ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ‘કાંગુવા’ના મ્યુઝિક લોન્ચની સુંદર યાદો શેર કરી હતી. એક તસવીરમાં નિષાદ ‘કંગુવા’ના ડિરેક્ટર શિવ સાથે છે, જ્યારે બીજી તસવીરમાં તે બોબી દેઓલ અને સૂર્યા સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. નિષાદ યુસુફનું મૃત્યુ કેવી રીતે થયું?
નિષાદ યુસુફનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નિષાદ રાત્રે ત્રણ વાગ્યે કોચીના તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસ શરૂ છે. તેમના નિધનના સમાચારની પુષ્ટિ ફિલ્મ એમ્પ્લોઇઝ ફેડરેશન ઑફ કેરળ (FEFKA) ડિરેક્ટર યુનિયન દ્વારા બુધવારે સવારે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી હતી. નિષાદ યુસુફનું વર્ક ફ્રન્ટ
નિષાદ યુસુફની વાત કરીએ તો તે 12 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ હતો. 2012માં આવેલી ફિલ્મ ડ્રેક્યુલાથી તેને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી 2019માં ફિલ્મ અંડાનું એડિટિંગ કર્યું. આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય રહી હતી.તેણે વન, ઉદાલ, થલ્લુમાલા અને પેટા રેપ નામની ફિલ્મોમાં એડિટીંગનું કામ કર્યું. હવે તે શિવાની ફિલ્મ ‘કંગુવા’ માં એડિટરની મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments