1961માં રાજ્યમાં માત્ર 9 મહિલા વકીલો હતાં, પરંતુ 2024માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા 1.20 લાખ વકીલોમાં 33,938 મહિલા વકીલો છે. વર્ષ 1961 થી 2014 સુધીના 53 વર્ષમાં 16192 મહિલા વકીલો હતી. જ્યારે 2015 થી વર્ષ 2024 સુધીના 10 વર્ષમાં 16392 મહિલા વકીલો બની છે.બાર કાઉન્સિલના ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, જેની પાછળનું મોટું કારણ મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વતંત્ર વકીલાતના વ્યસાયમાં મહિલાઓ પગભર થઇ રહી છે. સિનિયર વકીલ અયાઝ શેખે જણાવ્યું હતું કે, ફેમિલી કોર્ટ, કોપોરેટ ક્ષેત્ર, જ્યુડિશયરી, રાજકારણ અને બેંકીગ ક્ષેત્રમાં મહિલાઓનું મહત્વ વધ્યું છે. તેમજ તાલુકા અને જીલ્લા કક્ષાએ સરપંચની ચૂંટણીથી લઇને કોર્પોરેશનની ચૂંટણીમાં 33 ટકા મહિલાઓને વહીવટમાં હિસ્સો આપવામાં આવે છે. આ સાથે હાલના સમયમાં જ્યુડિશયલ મેજિસ્ટ્રેટ, સરકારી વકીલ, નોટરી, લીગલ ઓફિસર તરીકે ઉજળી તકો રહેલી છે. ફેમિલી કોર્ટમાં મહિલા વકીલોને પ્રાથમિક પસંદગી
નિપા સોનીએ જણાવ્યું હતું કે, વકીલાતના વ્યવસાયમાં સ્વતંત્ર રીતે પગભર થવાય છે. ફેમિલી કોર્ટમાં અસીલો તેમના કેસ માટે મહિલા વકીલોની પ્રથમ પસંદગી કરે છે. પરિવાર સાથો સાથ વકીલાતની પ્રેક્ટિસ સહેલાઇથી કરી શકાય છે. કોર્પોરેટ, ખાનગી બેંકોમાં પણ મહિલા વકીલોની માગ
5 વર્ષથી હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરતા એડવોકેટ જયોતિ ભુનાસરે જણાવ્યું હતું કે, દેશમાં કાયદો સર્વોપરી છે. દરેક ક્ષેત્રમાં કાયદાને પ્રાધાન્યતા આપવામાં આવી છે. મોટાભાગના લોકો સરકારી નોકરીઓ, ડોકટર અને એન્નજીયર બનવા માંગતા હોય છે. જયારે વર્તમાન સમયમાં વકીલાતના વ્યસાયમાં આગળ વધવાના ઘણા બધા સ્ત્રોત છે. જ્યુડિશયરી, બેંકિંગ, સરકારી વકીલ તેમજ કોપોરેટ ક્ષેત્રમાં પણ મહિલા વકીલની માગ વધી છે.