back to top
Homeગુજરાતભાસ્કર એક્સક્લુઝિવ:વિશ્વની સૌથી લાંબી એલપીજી પાઇપલાઇનનું 88% કામ પૂરું, માર્ચ 2025થી સપ્લાય...

ભાસ્કર એક્સક્લુઝિવ:વિશ્વની સૌથી લાંબી એલપીજી પાઇપલાઇનનું 88% કામ પૂરું, માર્ચ 2025થી સપ્લાય શરૂ થશે

કંડલાથી ગોરખપુર વચ્ચે પાથરવામાં આવી રહેલી દુનિયાની સૌથી લાંબી 2805 કિલોમીટરની એલપીજી પાઈપલાઈનનું 88 ટકા કામ પૂરું થઈ ગયું છે. માર્ચ-2025થી ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના 22 બોટલિંગ પ્લાન્ટને આમાંથી ગેસ મળતો થઈ જશે. આ રાજ્યોમાં ગેસ સિલિન્ડર માટે લાંબી રાહ જોવાનો દોર ખતમ થવા સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ઘટશે. આ ઉપરાંત રોડ પર ટ્રાફિક ઓછો થશે તેમજ કાર્બન ઉત્સર્જન ઘટશે. ગુજરાતમાં દુમાદ (વડોદરા)થી હરિયાળ (અમદાવાદ) સેક્શન સુધીની લાઈનમાં એલપીજી ભરવાનું કામ પણ પૂરું થઈ ચૂક્યું છે. 2019માં દેશની સૌથી મોટી 3 ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે હાથ મિલાવી આ પાઈપલાઈનના નિર્માણ માટે આઈએચબી નામની એક નવી કંપની બનાવી હતી. આ કંપની અમદાવાદમાં નોંધાયેલી છે. પ્રોજેક્ટમાં આ કંપનીઓની ભાગીદારી અનુક્રમે 50, 25 અને 25 ટકા છે. આ પ્રોજેક્ટ 10.08 હજાર કરોડનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં ગોરખપુરમાં તેનો શિલાન્યાસ કર્યો હતો. પાઈપલાઈનનું આ નેટવર્ક અખાતી દેશોમાંથી જહાજોમાં ભરાઈને આવતાં ગેસને કંડલા, મુન્દ્રા, દહેજ અને પીપાવાવના 4 ઈમ્પોર્ટ ટર્મિનલ મારફતે કોયલી અને બિના રિફાઈનરી સુધી અને ત્યાંથી બોટલિંગ પ્લાન્ટ સુધી પહોંચાડશે. કંડલા-ગોરખપુર લાઈન માત્ર લંબાઈમાં જ નહીં પરંતુ અનેક બાબતોમાં અનોખી છે. ગુજરાતના 3, MPના 6 અને UPના 13 બોટલિંગ પ્લાન્ટ સુધી ટ્રેન કે ટેન્કર નહીં દોડાવવા પડે એ બધું જે તમે જાણવા માગો છે 56.89 કરોડ સિલિન્ડર ભરાઈ શકશે : આ લાઈનમાંથી એક વર્ષમાં 8.25 લાખ મિલિયન ટન ગેસ સપ્લાય થશે. 14.20 કિલોના રાંધણગેસના સિલિન્ડર મુજબ ગણીએ તો આટલા ગેસથી 56.89 કરોડ સિલિન્ડર ભરી શકાશે. 2 લાખ ટેન્કર ટ્રિપની જરૂર નહીં પડે : LPG ટેન્કર 3 રાજ્યોના 22 બોટલિંગ પ્લાન્ટ સુધી ગેસ પહોંચાડવા 2 લાખ ટ્રિપ મારે છે. હવે તેની જરૂર નહીં પડે. તેમજ રોડ પર ટ્રાફિક પણ ઓછો થશે. 60 લાખ ટન કાર્બનનું ઉત્સર્જન ઘટશે : આ લાઈનથી સૌથી મોટો ફાયદો પર્યાવરણને થશે, 2 લાખ ટેન્કર ટ્રીપ બંધ થવાથી અંદાજે 60 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. રેલવે લાઈનનો પૂરેપૂરો ઉપયોગ માલની હેરફેર માટે કરી શકાશે. LPG સૌથી વધુ જ્વલનશીલ, આ રીતે થશે સુરક્ષા બાકી રહેલું 12% કામ 5 મહિનામાં પૂરું કરાશે
​​​​​​​ પાઈપલાઈનનું કામ લાંબા અને અંતરિયાળ વિસ્તારોમાં પણ થતું હોય છે. ત્યાં ભારે મશીનરી પહોંચાડવી અને મજૂરો મળવા મુશ્કેલ હોય છે. આ ઉપરાંત સેંકડો ક્રોસિંગ આવે છે. બાકી રહેલું 12% કામ માર્ચ સુધીમાં પૂરું થઈ જશે. પ્રારંભમાં શક્ય નથી પરંતુ સમય પસાર થયે ગ્રાહકોને સસ્તા ગેસનો લાભ મળી શકે છે. – સેંથિલ કુમાર એન., ચેરમેન, IHB અને IOCLના પાઇપલાઇન ડાયરેક્ટર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments