મુંબઈ ટેસ્ટમાં પ્રથમ દિવસથી જ સ્પિનરોનો દબદબો જોવા મળશે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ માટે રેન્ક-ટર્નર (પ્રથમ દિવસથી સ્પિનરો માટે મદદરૂપ) પિચની માંગણી કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અજમાયેલા ફોર્મ્યુલાને અનુસરવા માગે છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે પૂણે ટેસ્ટ માટે સ્પિન ફ્રેન્ડલી પિચ પણ તૈયાર કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝમાં 2-0થી પાછળ છે. વાનખેડે પિચ કેવી રીતે વર્તશે? પુણેમાં સ્લો ટર્નિંગ ટ્રેક હતો, અસામાન્ય ઉછાળો પણ પરેશાન કરતો
પૂણે ટેસ્ટમાં કોઈ રેન્ક ટર્નર પિચ નહોતી. તે સ્લો ટર્નિંગ પિચ હતી. જોકે, જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ પિચમાં અસામાન્ય ઉછાળો આવવા લાગ્યો, જેણે ભારતીય બેટર્સને પરેશાન કર્યા.
આ મેચમાં ભારતીય ટીમના 20માંથી 19 બેટર્સને કિવી સ્પિનરોએ આઉટ કર્યા હતા, જેમાંથી 13 વિકેટ એકલા મિચેલ સેન્ટનરે લીધી હતી. ભારતીય સ્પિનરોએ પણ આ મેચમાં 19 વિકેટ ઝડપી હતી. એક બેટર રન આઉટ થયો હતો. ભારતીય સ્પિનરો પ્રભુત્વ જમાવી શકે છે
ભારતીય સ્પિનરો વાનખેડેની પીચ પર પ્રભુત્વ જમાવી શકે છે. અહીં રવિચંદ્રન અશ્વિને 18.42ની એવરેજથી 38 વિકેટ લીધી છે. તે જ સમયે, રવીન્દ્ર જાડેજાએ તેની એકમાત્ર ટેસ્ટમાં 6 વિકેટ લીધી હતી.