back to top
Homeગુજરાતરાજકોટ-મોરબીના 2.25 લાખ ખેડૂતોને દિવાળી ભેટ:RDC બેંક ખેડૂતોને 50 હજાર સુધી O%...

રાજકોટ-મોરબીના 2.25 લાખ ખેડૂતોને દિવાળી ભેટ:RDC બેંક ખેડૂતોને 50 હજાર સુધી O% વ્યાજે લોન આપશે, જયેશ રાદડિયાએ કહ્યું- એકપણ પ્રકારની ગેરંટી આપવાની નથી

સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા અતિભારે કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાઈ છે. ત્યારે હરહંમેશ ખેડૂતોની સાથે ઊભી રહેતી રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. બેંક દ્વારા રૂપિયા 1000 કરોડ લોન 0 ટકા વ્યાજે 1 વર્ષ માટે આપવાની જાહેરાત કરી છે. એક વર્ષે લોન પરત કરવાની રહેશે
એમાં હેક્ટરદીઠ 10 હજાર રૂપિયા અને વધુમાં વધુ 5 હેક્ટર પર લોન મેળવી શકશે, એટલે કે એક ખેડૂત વધારેમાં વધારે 50 હજાર રૂપિયાની લોન લઈ શકશે, જે એક વર્ષના અંતે પરત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ આ લોન મેળવવા માટે કોઈ જ પ્રકારના જામીન આપવાના રહેશે નહિ અને ખેડૂતોને 1000 કરોડની ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને 100 કરોડ રૂપિયાનો બોજો પડશે. બેંક પર 100 કરોડનો બોજો આવશે
બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે 2.25 લાખ જેટલા ખેડૂતોને રૂ. 1000 કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કર્યું છે. ખેડૂતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જિલ્લા સહકારી બેંકને અંદાજે રૂ. 100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે, જે બોજ જિલ્લા બેંક ઉઠાવશે. રાજકોટ અને મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થયું છે તેમજ સતત પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખૂબ જ નુકસાન થયું છે. આ સંસ્થા ખેડૂતોની માતૃ સંસ્થા
જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ બેંક દ્વારા ખેડૂતોની વહારે આવી સહાય કરવામાં આવી છે. આ સંસ્થા ખેડૂતોની માતૃ સંસ્થા છે અને ખેડૂતોએ આ બેંકને માનો દરરજો આપ્યો છે, માટે તાજેતરમાં થયેલા નુકસાન બાબતને ધ્યાને લઈ ખેડૂતોની ચિંતા કરતાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જિલ્લાની બેંક સાથે જોડાયેલી ખેતીવિષયક સહકારી મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડૂતોને પાક નુકસાની સામે 0% એ રૂ.50,000 સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડૂતોની વહારે આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments