IPL 2025 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) કેપ્ટન કેએલ રાહુલ પર રાઈટ-ટુ-મેચ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. ફ્રેન્ચાઈઝી નિકોલસ પૂરન, મયંક યાદવ અને રવિ બિશ્નોઈને રિટેન કરવા જઈ રહી છે. તમામ ફ્રેન્ચાઇઝીએ ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં રિટેન કરાયેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબ્મિટ કરવાની રહેશે. આ વર્ષે IPLનું મેગા ઓક્શન નવેમ્બર-ડિસેમ્બરમાં થઈ શકે છે. બદોની અને મોહસિન ખાનનાં નામ પણ LSG લિસ્ટમાં નથી
LSGના એક સૂત્રએ ભાસ્કરને જણાવ્યું- અમારી યાદીમાં 5 ખેલાડીનાં નામ છે. કેએલ રાહુલ પર રાઈટ ટુ મેચ કાર્ડ રમાશે. જો તે ઓક્શન પછી પણ અમારી સાથે રહેશે તો એ આગામી સિઝનમાં પણ ટીમની કેપ્ટનશિપ કરી શકે છે. સૂત્રએ એમ પણ કહ્યું હતું કે આયુષ બદોની અને મોહસિન ખાનનાં નામ રિટેન્શન લિસ્ટમાં નથી. ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા અને નવીન ઉલ હકને પણ રિલીઝ કરવામાં આવશે. કેએલ રાહુલને રિટેન ન કરવાનું કારણ સ્ટ્રાઇક રેટ
હકીકતમાં કેએલ રાહુલના સ્ટ્રાઈક રેટને કારણે ટીમના પ્રદર્શનને અસર થઈ રહી છે. તે છેલ્લી ત્રણ સિઝનમાં 130.65ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. 2022થી તેણે 2 સદી અને 10 ફિફ્ટીની મદદથી 1410 રન બનાવ્યા છે. IPL-2024માં રાહુલનો સૌથી વધુ પાવરપ્લે સ્કોર 34 રન છે, જ્યારે સૌથી ઓછો 26 રન છે. રાઈટ ટુ મેચ કાર્ડ શું છે?
ઓક્શનમાં ટીમ રાઈટ ટુ મેચ, એટલે કે RTM કાર્ડનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, આપણે કહીએ કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કર્યો નથી. તેનું નામ ઓક્શનમાં સામે આવ્યું અને તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. હવે જો મુંબઈ ઈચ્છે તો RTM કાર્ડનો ઉપયોગ કરીને 10 કરોડ રૂપિયામાં રોહિતને પોતાની પાસે રાખી શકે છે. RTM કાર્ડ તમામ ટીમ પાસે રહેશે. LSG ગયા વર્ષે લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી
IPL-2024 સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઑફમાં જગ્યા બનાવી શકી નથી. ટીમ 14 મેચમાંથી માત્ર 7 જ જીતી શકી અને લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબરે રહી હતી. IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… IPL મેગા ઓક્શન- રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી આવતીકાલે જાહેર થશે; બધું જાણો IPL મેગા ઓક્શન-2024 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ ગુરુવાર, ઓક્ટોબર 31 છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા પહેલાં તમામ ફ્રેન્ચાઈઝી પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓનાં નામ IPL ઓર્ગેનાઈઝિંગ કમિટીને મોકલી આપશે. સંપૂર્ણ સમાચાર વાંચો…