ગઈકાલે ધનતેરસ પર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ આજે પણ સોનામાં તેજી જોવા મળી રહી છે. આજે એટલે કે બુધવાર (30 ઓક્ટોબર)ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ગઈકાલની કિંમતથી 936 રૂપિયા વધીને 79,681 રૂપિયા થઈ ગઈ છે. ગઈ કાલે સોનાનો ભાવ રૂ.78,745 હતો. તેમજ, ચાંદીના ભાવમાં પણ 467 રૂપિયાનો વધારો થયો છે અને તે 98,340 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.97,873 હતો. આ જ મહિનામાં 23 ઓક્ટોબરે ચાંદીએ રૂ. 99,151 ઓળ ટાઈમ હાઈ પર હતું. 4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ આગામી ધનતેરસ સુધીમાં સોનું 87 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભૌગોલિક રાજકીય તણાવ અને તહેવારોની સિઝનના કારણે સોનામાં તેજી જોવા મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આગામી મહિના સુધી સોનું 87 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. માત્ર સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશાં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક સાથે સર્ટિફાઈડ સોનું ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવું – AZ4524. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત તપાસો બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત ક્રોસ ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.