કેન્દ્ર સરકાર દર વર્ષે સારી કામગીરી માટે ગૃહમંત્રી મેડલની જાહેરાત કરતા હોય છે. આ વર્ષે ગુજરાતના 6 પોલીસ અધિકારીને આ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ 6 પોલીસ અધિકારીમાં આઇપીએસ નિર્લિપ્ત રાય, લવિના સિન્હા, હરપાલ સિંહ રાઠોડ, અમર સિંહ ચૌહાણ, મયૂર કુમાર પટેલ અને ડીએસપી વિરજિત સિંહ પરમારનો સમાવેશ થાય છે. નિર્લિપ્ત રાય ગુજરાતના મૉનિટરિંગ સેલમાં પોલીસ અધિક્ષક છે. 2017 બેચના આઇપીએસ અધિકારી ડૉ. લવિના સિન્હા અમદાવાદમાં ડીસીપી ક્રાઇમ છે.