back to top
Homeગુજરાતગુજરાત વકફ ટ્રીબ્યુનલનો પત્ર:AMCની કરોડો રૂપિયાની જમીન મુસ્લિમ વકફ બોર્ડમાં જઇ શકે,...

ગુજરાત વકફ ટ્રીબ્યુનલનો પત્ર:AMCની કરોડો રૂપિયાની જમીન મુસ્લિમ વકફ બોર્ડમાં જઇ શકે, દાવાના કેસમાં કોઈ વકીલ હાજર રહેતા નથી, હવે હાજર નહીં રહે તો એકતરફી નિર્ણય થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન પર તંત્રની બેદરકારીના કારણે ગેરકાયદેસર દબાણ અથવા કબજો થઈ ગયો છે. શહેરમાં જમાલપુર, ગોમતીપુર, શાહપુર અને સરખેજ રોજા સહિત અલગ-અલગ જગ્યાઓએ કુલ 31 જેટલી જમીનો ઉપર વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા વકીલ રોકી અને જવાબો રજૂ કરવામાં આવ્યા નથી. ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ દ્વારા AMCને છેલ્લો પત્ર પાઠ‌વ્યો છે, જેમાં જો મ્યુનિ. તેમની સામેના કેસમાં સત્વરે વકીલ રોકીને જવાબ રજૂ નહી કરે તો વકફ દ્વારા એક તરફી કેસ ચલાવવામાં આવશે તેમ જણાવ્યું છે. જો AMC તરફથી વકીલ હાજર નહી રહે તો એકતરફી કેસ ચાલશે
મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિસ્તારોમાં આવેલી 31 જમીનો પર વકફના દાવાના કેસમાં લીગલ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા કરોડો રૂપિયાની કોર્પોરેશનની જમીનો ઉપર વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલા દાવાનો મામલો બહાર લાવ્યો, ત્યારબાદ પણ હજી સુધી લીગલ વિભાગ ઊંઘતું જ રહ્યું છે. ગુજરાત વકફ ટ્રિબ્યુનલ દ્વારા AMCને પાઠવેલી નોટીસમાં એવું જણાવ્યું છે કે, વકફ ટ્રીબ્યુનલ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરૂદ્ધ પેન્ડીંગ કેસોમાં AMC વતી કોઇ હાજર રહેતું નથી. તેને કારણે ન્યાયની કાર્યવાહીમાં વિલંબ થયેલો છે. જેથી, મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવે છે કે, જો આ તમામ કેસોમાં AMC તરફથી કોઇ જવાબદાર અધિકારી કે વકીલ સુનાવણી સમયે હાજર નહી રહે તો તેમની વિરુદ્ધ આ કેસો એક તરફી ચલાવવામાં આ‌વશે, જેની ગંભીર નોંધ લેવામાં આ‌વશે. વકફ બોર્ડની તરફેણમાં ચુકાદો આપી શકે
કરોડો રૂપિયાની જમીનો અને મિલ્કતો પર લોકો દાવા કરી દે છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા વકીલો રોકવામાં આવે છે પરંતુ, ક્યાંય તેનો નિકાલ થયો નથી. વકફ બોર્ડના દાવાના કેસમાં પણ કોર્પોરેશનના લીગલ વિભાગ અને વકીલો દ્વારા ઝડપી કાર્યવાહી ન કરવાના કારણે કોર્પોરેશનની વિરુદ્ધના કેસોમાં વકફ બોર્ડની તરફેણમાં ચુકાદો આપી દેવામાં આવે એવી શકયતા છે. અધિકારીઓને પૂછ્યું તો તેમની પાસે કોઈ જવાબ નહોતો
ગત અઠવાડિયે મળેલી લીગલ કમિટીમાં ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડોની જમીન પર બોર્ડના દાવા અંગેની અધિકારીઓને પૂછપરછ કરવામાં આવી તો તેઓ પાસે કોઈ જવાબ નહોતો. જેથી, આ 31 કેસોમાં વકીલની નિમણૂક કરવા માટે અને તેના પર સતત મોનીટરીંગ માટે સેલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આ‌વી હતી. જોકે, હજુ સુધી વકીલની નિમણૂક કરવામાં નહી આવી હોવાનું જાણવા મળે છે ત્યારે બીજી તરફ વકફ ટ્રીબ્યુનલે દાવામાં તેમના તરફેણમાં ચલાવવામાં આવશે એવી ચીમકી આપી દીધી છે. આ મહત્વની જમીનો માટે અરજકર્તાનો વકફમાં વિવાદ ચાલે છે
1) મીરઝાપુર મોટી કુરેશી (કસાબ) જમાત વકફ ટ્રસ્ટની જગ્યા
2) સરખેજ રોજા કમિટિ ટ્રસ્ટની 2 જગ્યા
3) બીબી આયેશા મસ્જીદ ટ્રસ્ટ
4) ચીસ્તીયા ખાનકાહ મસ્જીદ કબ્રસ્તાન દરગાહ
5) બીબીજી મસ્જીદ, રાજપુર
6) પિરોજ સાહેબની દરગાહ
7) હજરત છોટા અદ્રુસ દરગાહ અને મસ્જીદ ટ્રસ્ટ
8) ચુનારવાડા મસ્જીદ, કાલુપુર
9) ઇબ્રાહીમ સૈયદ મસ્જીદ દરગાહ, કબ્રસ્તાન
10) વટવાગામ મુસ્લીમ કબ્રસ્તાન
11) પલટાન મસ્જીદ
12) અબ્રાહીમ સૈયદ મસ્જીદ, દરગાહ કબ્રસ્તાન
13) અમદાવાદ સુન્ની મુસ્લીમ વકફ કમિટિની 18 જગ્યા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments