તાપી જિલ્લાના નિઝર તાલુકામાં લક્ષ્મીખેડા ગામમાંથી ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પરના પુલની ચારે તરફ ઉકાઈ જળાશયના ફુગારાનું પાણીના કારણે એક અદ્ભુત નજારો જોવા મળે છે. જળાશયની સપાટી 345 ફૂટે પહોચતા જ ઓકટોબરથી જાન્યુઆરી માસ સુધી નજારો જોવા મળે છે. આ પુલની દક્ષિણ દિશામાં બે નદીનું સંગમ તટ આવેલ છે. જે બંને નદીના સંગમ તટ ઉપર મહાદેવનું મંદિર પણ આવેલું છે. જે પણ પાંચ માસ ડૂબાવ રહે છે. આ પુલ પરથી પસાર થનારા લોકોઓ ઉકાઈ જળાશયના ફુગારાના પાણીથી ઘેરાયેલું સમગ્ર વિસ્તારને નિહાળતા માટે અહીં ઉભા રહી ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. સૌંદર્ય જોઇ પુલ પરથી પસાર થતાં વાહનોના પૈંડા થંભી જાય છે
સ્થાનિક પ્રતાપભાઈન જણાવ્યા મુજબ 1972માં નિર્માણ લક્ષ્મીખેડાના પુલ પાંચ મહિના પાણીથી ઘેરાયેલો રહે છે. આ માર્ગ પરથી અંદાજીત રોજના 2000થી વધુ વાહનોની અવર જવર કરે છે. અહીનું સૌંદર્ય માણવા અવર જવર કરતા માર્ગવટુઓ કુદરતી સર્જાતું દૃશ્ય માણવા અચૂક થોભી જતાં હોય છે. અને જાણે પાણીમાંથી પસાર થતા હોય, તેનો અનુભવ લેતા હોય, એવી ખુશી જોવા મળતી હોય છે.