ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તમાશા’માં લીડ એક્ટ્રેસ તરીકે અનુષ્કા શર્મા પહેલી પસંદ હતી. જોકે અનુષ્કાએ આ ફિલ્મને નકારી દીધી હતી. અનુષ્કા કહે છે કે જો તેણે ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ કરી હોત તો તેને ચોક્કસપણે પ્રશંસા મળી હોત, કારણ કે તે એક સારા ડિરેકટર છે. ANI સાથેની વાતચીતમાં અનુષ્કા શર્માને પૂછવામાં આવ્યું કે શું ‘તમાશા’ ફિલ્મ ન કરવા બદલ કોઈ અફસોસ છે? આના પર અનુષ્કાએ કહ્યું કે, ‘મેં આ ફિલ્મ ના પાડી દીધી હતી કારણ કે આ ફિલ્મની સ્ટોરી મોટાભાગે રણબીર કપૂરના પાત્ર પર આધારિત હતી.’ અનુષ્કાએ કહ્યું હતું કે, ‘મેં આ ફિલ્મ જોઈ નથી. પણ હા, જો મેં આ ફિલ્મ કરી હોત તો મને ચોક્કસપણે પ્રશંસા મળી હોત, કારણ કે ઇમ્તિયાઝ અલી એક ગ્રેટ ડિરેકટર છે. તેની કોઈપણ ફિલ્મમાં કામ કરતો એકટર હંમેશા સારો હોય છે. ‘તમાશા’ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી
‘તમાશા’ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આમાં રણબીર કપૂરે વેદ વર્ધન સાહનીની ભૂમિકા ભજવી હતી, જે સ્ટોરી કહેવા અને નાટકનો શોખીન છે. કોર્સિકાની એકલ સફરમાં તે તારા મહેશ્વરીને મળ્યો. દીપિકા પાદુકોણની આ ભૂમિકા ભજવી છે. આ પછી તેમની વચ્ચે ગાઢ સંબંધ બંધાય છે. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સ્ટારર ‘તમાશા’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.