ટિકેન્દ્ર રાવલ
ગુજરાતમાં 7 મહિના બાદ ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામશે. રાજ્યની 5410 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં એટલે કે 15થી 20 ડિસેમ્બર માં યોજાશે,જેમાં 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 72 નગરપાલિકા અને 5319 ગ્રામપંચાયત ની ચૂંટણી થશે,ઉપરાંત મહાનગર પાલિકા સહિત માં ખાલી પડેલી આશરે 84 બેઠક ની પેટાચૂંટણી પણ સાથે જ યોજાશે. આમ ગુજરાતમાં મીની વિધાનસભાની ચૂંટણી માટે દિવાળી પછી રાજકીય પક્ષો ની ગતિવિધિઓ તેજ બની જશે.
ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષ કરતાં વધુ સમયથી ત્રીજા ભાગની ગ્રામ પંચાયત માં ચૂંટાયેલા પ્રતિનિધિના બદલે વહીવટદાર નું શાસન ચાલી રહ્યું છે, જેમાં પણ પંચાયતો માં અનામત બેઠકો અંગેની પ્રક્રિયા ચાલી રહી હોવાથી ચૂંટણી થઈ શકી નહોતી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, સાથે સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવા માટેની કામગીરી પણ પુરી કરી દેવામાં આવી છે. હાલ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ની ચૂંટણી છે, તે 20 નવેમ્બરે પુરી થયા બાદ 25 નવેમ્બર સુધીમાં ગુજરાત ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી જાહેર થઈ જશે અને 15 થી 20 ડિસેમ્બર સુધીમાં મતદાન થશે અને 2025 ના પ્રારંભે જ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિ નું શાસન આવી જશે.
પંચાયતમાં પણ ભાજપરાજ
ગુજરાતમાં હાલ 90%ભૌગોલિક વિસ્તારમાં ભાજપ નું જ શાસન છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપની સત્તા છે,જે આ મુજબ છે… મીની વિધાનસભામાં પટેલ-પાટીલની જોડી જ હશે..
{ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવવી પડી હતી, જે ભાજપ માટે ચિંતા નો વિષય બની ગયો હતો, સાથે સાથે ભાજપ ના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, તો પણ નવા પ્રમુખ ના મળે ત્યાં સુધી પાટીલ નું પ્રમુખ પદ ચાલુ રહેવાનું છે,તે જોતા ડિસેમ્બરમાં ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી પાટીલ નું પ્રમુખ પદ ચાલુ રાખીને મીની વિધાનસભા માં પણ ભાજપ પટેલ અને પાટીલ ની જોડી સાથે જ લડે તેવી શક્યતા છે. ગુજરાતમાં ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તે પૂરું થયા બાદ પ્રમુખ પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, આ સંપૂર્ણ પ્રક્રિયા ડિસેમ્બરમાં પુરી થશે, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ભાજપના પ્રમુખ બદલાય તેમ નથી દિવાળી પછી નેતાઓ ગામે ગામ ફરશે
{ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે ત્યારે તેની તૈયારીઓ કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દિવાળી પછી ગામડાંઓ ખૂંદશે, ખાસ કરીને દિવાળી ના સ્નેહ મિલન પણ ગામડાઓમાં કરવા માટેની તૈયારીઓ રાજકીય પક્ષો કરી રહ્યા છે, સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના ચિહ્ન પર લડાતી નથી, પરંતુ રાજકીય પક્ષો તેમના સમર્થકો ને ટેકો આપી પંચાયતમાં સત્તા હાંસલ કરતા હોય છે, જેથી આ ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે પણ ભારે પડી જાય છે.ગ્રામ પંચાયત ની ચૂંટણી રાજકીય પક્ષો માટે ખાસ એટલા માટે હોય છે કે, ગ્રાસ રૂટ ના મતદારો ત્યાં હોય છે, જેની અસર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુધી પડી શકે છે. ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે ત્યારે તેની તૈયારીઓ કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દિવાળી પછી ગામડાઓ ખૂંદશે, ખાસ કરીને દિવાળીના સ્નેહ મિલન પણ ગામડાંઓમાં કરવા માટે ની તૈયારીઓ રાજકીય પક્ષો કરી રહ્યા છે.