back to top
Homeગુજરાતદોઢ કિમી લાંબી ST બસની લાઈન લાગી:સુરતમાં એક જ દિવસમાં 500 ST...

દોઢ કિમી લાંબી ST બસની લાઈન લાગી:સુરતમાં એક જ દિવસમાં 500 ST બસ ઉપડી, હજારો લોકો વતન પહોંચ્યા, 5 દિવસમાં એસટી વિભાગને થઈ 2.56 કરોડની આવક

સુરત અને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે. છેલ્લા ચાર દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે. ગતરોજ એક જ દિવસમાં 500થી વધુ બસ એસટી વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41,000થી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગઈકાલે રાત્રે સુરત બહાર નિકળતા રોડ પર દોઢ કિમી લાંબી 164 બસની લાંબી લાઈન લાગી ગઈ હતી. ગ્રુપ બુકિંગની 292 બસ દોડાવવામાં આવી
સુરત એસટી વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલા દોડાવાયેલી સ્પેશિયલ બસને કારણે સુરત એસટીની તિજોરી છલકાઈ ગઈ હતી. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી એસટીએ 1359 બસો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. સૌથી વધુ 419 ટ્રીપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રીપ દાહોદની દોડાવાઈ છે. જ્યારે ગ્રુપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી. ગ્રુપ બુકિંગ થકી 60 લાખ રૂપિયાની આવક થઈ
સુરત એસટી વિભાગે એસટી આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રુપ બુકિંગ થકી સુરતથી સોસાયટીમાંથી બેસાડી વતન સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી મુસાફરો આ સેવાનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે. આ વખતે ગ્રુપ બુકિંગમાં 292 બસનું બુકિંગ થયું હતું. આમ ગ્રુપ બુકિંગ થકી 60 લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે દાહોદ અને ઝાલોદ તરફ એડવાન્સ બુકિંગ વગર પાંચ દિવસમાં 34 હજાર જેટલા લોકો ગયા છે. દાહોદ-ઝાલોદ તરફની બસ જેમ જેમ ભરાતી ગઈ તેમ તેમ નવી બસ ઉપાડવામાં આવી હતી. એસટી બસોથી 86599 મુસાફરો વતન પહોંચ્યા
ઓક્ટોબરથી સુરત એસટી બસ મારફતે કુલ 86599 મુસાફરો માદરે વતન ગયા છે. જેમાં અમરેલી 6052, સાવરકુંડલા 3315, મહુવા 4523, ભાવનગર 1741, ગારિયાધર 2827, જુનાગઢ 2197, ઝાલોદ 22150, દાહોદ 11794 મુસાફરો ગયા છે. જ્યારે ગ્રુપ બુકિંગમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં અત્યારસુધીમાં 30804 લોકો ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં 86599 લોકો માદરે વતન પહોંચ્યા છે. પાંચ દિવસમાં એસટી બસો 5.17 લાખ કિમી દોડી
છેલ્લા પાંચ દિવસમાં 26 ઓક્ટોબરના રોજ 75, 27મીના રોજ 165, 28મીના રોજ 300, 29મીના રોજ 502 અને 30મીના રોજ 317 બાદ ઉપાડવામાં આવી હતી. આ તમામ બસોની ટ્રીપના પગલે આ બસો 5.17 લાખ કિમી દોડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments