વૈશ્વિક સ્તરે ઈઝરાયલ દ્વારા લેબનનમાં હિઝબુલ્લાહને નબળું પાડયા બાદ યુદ્વ વિરામના સંકેત છતાં આજે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ પાછળ શેરોમાં સાવચેતીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ફરી ઘટી આવ્યું હતું. વિક્રમ સંવત 2080 પૂરું થવામાં છે, ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે બજારમાં વિશ્વાસ ડગમગવા લાગી આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો સાથે મહારથીઓએ ફરી ટેકનોલોજી – આઈટી અને બેકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઉછાળે વેચવાલ બનતાં અને શેરોમાં પણ તેજીનો વેપાર હળવો કરતાં સેન્ટીમેન્ટ ખરડાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.34% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.62% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, યુટિલિટીઝ, પાવર, કોમોડિટી, મેટલ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4026 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1264 અને વધનારની સંખ્યા 2652 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 128 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 475 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન લી. 6.38%, પાવરગ્રીડ કોર્પોરેશન 0.86%, જેએસડબ્લ્યુ 0.76%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.71% અને એચડીએફસી બેન્ક 0.01% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર 4.54%, એચસીએલ ટેકનોલોજી 3.89%, ટીસીએસ લી. 2.80%, ઇન્ફોસિસ લી. 2.48%, એશિયન પેઈન્ટ 1.97%, મારુતિ સુઝુકી 1.59%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.57%, અદાણી પોર્ટ 1.45%, ભારતી એરટેલ 1.34%, એકસિસ બેન્ક 1.20%, ટાઈટન કંપની લી. 1.16%, હિન્દુસ્તાન યુનીલીવર 1.07%, બજાજ ફાઈનાન્સ 1.00% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.84% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24388 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટના પ્રથમ અને 24676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24330 પોઇન્ટથી 24272 પોઇન્ટ, 24202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51954 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51676 પોઇન્ટના પ્રથમ અને 51606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52188 પોઇન્ટથી 52303 પોઇન્ટ, 52373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ કોટક મહિન્દ્ર બેન્ક ( 1748 ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1727 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1707 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1763 થી રૂ.1776 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1790 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ એસબીઆઈ લાઈફ ( 1631 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1606 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1590 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1653 થી રૂ.1660 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ ઈન્ફોસિસ લિ. ( 1771 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1790 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1755 થી રૂ.1740 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1808 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ ગ્લેનમાર્ક ફાર્મા ( 1701 ) :- રૂ.1734 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1747 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1686 થી રૂ.1670 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1750 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તણાવ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા બેન્કો, આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત 2081માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે.
વર્ષ 2024ના અત્યારસુધીના ગાળામાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂ.1 લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત 2081માં પ્રવેશી રહ્યા છે ત્યારે ભારતમાંથી એફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો સંવત 2081માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે. લેખક સેબી રજિસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.