સામાન્ય રીતે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સેક્ટરની ફ્લાઈટો હાઉસફૂલ થઈ જતી હોય છે અને ભાડાં પણ બેથી ત્રણ ગણા બોલાતા હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વાર એવું બન્યું છે કે, દિવાળીમાં જ મોટાભાગની ફ્લાઈટોમાં પેસેન્જરની સંખ્યામાં 20થી 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના કાળ પછીના બે વર્ષમાં ડોમેસ્ટિકમાં પેસેન્જરમાં સતત વધારો થયો હતો. જો કે, આ વખતે આ ટ્રેન્ડ બદલાયો છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, 15 દિવસ પહેલાં કોચી, શ્રીનગર, ગોવા જેવા હોટફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફ્લાઈટના ભાડાં 15થી 20 હજાર સુધી પહોંચી ગયા હતા. પરંતુ અત્યારે મોટાભાગના ડોમેસ્ટિક રૂટ પર 5થી 7 હજાર ભાડામાં ટિકિટ મળે છે. મુંબઈ, દિલ્હી અને ગોવા રૂટ પર પણ ભાડાં નીચા આવી ગયા છે. સામાન્ય પણે દિવાળીના દિવસોમાં દુબઈનું ભાડું 50 હજારને પાર કરી જતું હોય છે પણ અત્યારે 28 હજારમાં રિટર્ન ફ્લાઈટ મળી રહી છે. ટૂર ઓપરેટરોએ વિવિધ એરલાઈન પાસેથી એડવાન્સ સીટના બ્લોક લીધા હતા પણ હવે છેલ્લી ઘડીએ ઓછા ભાવે વેચવા કાઢ્યા છે. બેસતા વર્ષે આ કિંમતે ટિકિટ મળે છે શહેરભાડા (રૂપિયામાં) મુંબઈ2700 દિલ્હી4,900 ગોવા6000 પોતાના વાહનમાં નજીકના સ્થળોએ ફરવા જનારાની સંખ્યા વધી શહેરના ટૂર ઓપરેટર મનીષ શર્મા અનુસાર, આ વર્ષે દિવાળી પહેલાં જ ડોમેસ્ટિક સેક્ટરમાં હવાઈ ભાડા ખૂબ વધ્યાં હતાં. મધ્યમ વર્ગના લોકોએ દિવાળીમાં ફરવા જવાનું ટાળ્યું હતું. આ પરિસ્થિતિમાં કેટલાકે 6 મહિના પહેલાંથી બુક કરેલી ફ્લાઈટની ટિકિટો છેલ્લી ઘડીએ ટૂરિસ્ટો ન મળતા નોર્મલ ભાવે વેચવાનો વારો આવ્યો છે. તો આ વખતે લોકો પોતાના વાહનમાં નજીકના સ્થળોએ ફરવા જવાનું પસંદ કરી રહ્યાં છે. જેથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી લોકો ખાનગી વાહનમાં 5-7 દિવસની ટૂરમાં ફરવા જઈ રહ્યાં છે. શહેરભાડા (રૂપિયામાં) બેંગલુરુ6000 શ્રીનગર6000 નોંધ : તમામ ભાડાં વન-વે છે ઉદયપુર, ગોવામાં હોટેલો ખાલી પડી છે શહેરના ટૂર ઓપરેટર શૈલેષ અગ્રવાલ અનુસાર, ડોમેસ્ટિક સેક્ટરમાં આ વર્ષે ટૂરિસ્ટોની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો થતાં, દર વર્ષની ડિમાંડ વધુ રહેતા છેલ્લીઘડીએ હોટલો મળતી નહોતી, જ્યારે આ વખતે આજની તારીખે પણ ઉદયપુર, ગોવા, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળોએ હોટલો ખાલી પડી છે.