ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે જણાવ્યું હતું કે તેમના ઘરે ચોરી થઈ છે. બેન સ્ટોક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે જ્યારે તે ઈંગ્લેન્ડની ટીમ સાથે પાકિસ્તાન પ્રવાસ પર હતો ત્યારે ચોરોએ તેના ઘરમાંથી ઘરેણાં અને કીમતી સામાનની ચોરી કરી હતી. તેના ઘણા મેડલ પણ ચોરાઈ ગયા છે. સ્ટોક્સે કહ્યું હતું કે ચોરી ત્યારે થઈ જ્યારે મારી પત્ની અને બે નાનાં બાળકો ઘરે હતાં. એ સારું છે કે મારા પરિવારના કોઈપણ સભ્યને શારીરિક નુકસાન થયું નથી. પાકિસ્તાન સાથેની બીજી ટેસ્ટ મેચ વખતે બની ઘટના
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સુકાની બેન સ્ટોક્સે ખુલાસો કર્યો છે કે જ્યારે તે પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ રમી રહ્યો હતો ત્યારે માસ્ક પહેરેલા માણસોના એક જૂથે તેના ઘરમાં ચોરી કરી હતી. સ્ટોક્સની પત્ની, ક્લેર, અને તેનાં બાળકો, લેટોન અને લિબી, ગુનો બન્યો ત્યારે અંદર હતાં, પરંતુ સદનસીબે કોઈને નુકસાન થયું ન હતું. ઘરઆંગણે ચોરીનો અનુભવ આ મહિનાની શરૂઆતમાં 17 ઓક્ટોબરે થયો હતો, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ મુલતાન ખાતે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ રમી રહી હતી. ચોરીની આ ઘટના દરમિયાન સ્ટોક્સની કેટલીક સૌથી મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈ ગઈ હતી, જેના માટે તેણે જાહેર જનતા અને પોલીસને ‘મદદ માટે અપીલ’ પોસ્ટ કરી છે, જેમાં તેની પાસે રહેલી કેટલીક વસ્તુઓ પરત મેળવવાની આશા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર આપી જાણકારી