back to top
Homeભારતબાંધવગઢમાં 3 દિવસમાં 9 હાથીનાં મોત:એક હાથીને JCBની મદદથી ઉઠાવવાનો પ્રયાસ કર્યો,...

બાંધવગઢમાં 3 દિવસમાં 9 હાથીનાં મોત:એક હાથીને JCBની મદદથી ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પણ ઉઠાવતાં-ઉઠાવતાં જ એણે શ્વાસ છોડી દીધા

બાંધવગઢ નેશનલ પાર્કમાં ગુરુવારે બપોરે વધુ એક હાથીનું મોત થયું હતું. ત્રણ દિવસમાં 9 હાથીઓના મોત થયા છે. આ મામલામાં એસટીએફએ ડોગ સ્ક્વોડની મદદથી 7 ખેતરો અને 7 ઘરોની તપાસ કરી છે. તેમજ 5 લોકોની પૂછપરછ કરી હતી. ઘટનાસ્થળથી 5 કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. પશુના તબીબોનું કહેવું છે કે ફોરેન્સિક લેબના રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. બુધવારે ભાસ્કરની ટીમ નેશનલ પાર્ક પહોંચી. છેવટે, આટલા બધા હાથીઓના અચાનક મૃત્યુનું કારણ શું છે અને બાકીના હાથીઓને બચાવવા માટે અધિકારીઓ શું કરી રહ્યા છે? વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં… 30 ઓક્ટોબરે બાંધવગઢ નેશનલ પાર્કનો નજારો સામાન્ય દિવસો જેવો નથી. બપોરે 12 વાગ્યે સાલખાણીયા, ખતૌલી અને પતોર રેન્જની સરહદ પર ખુલ્લા મેદાનમાં 300 મીટરના વિસ્તારમાં 10 હાથી​​​​​​ પડ્યા હતા. આમાંથી સાત હાથીના મોત થઈ ગયા છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. પશુઓના સડી જવાની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઇ છે. ત્રણેય હાથીઓની સારવારની સાથે-સાથે ડોક્ટરો અને વનકર્મીઓ તેમને ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડીવાર પછી એક હાથી અમારી સામે ઉભો થઇને જંગલ તરફ જતો રહે છે. અન્ય સારવાર હેઠળ છે (જેનું ગુરુવારે મૃત્યુ થયું). ત્રીજા હાથીને જેસીબીની મદદથી ઉપાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે તે પણ તેના પગ હલાવી રહ્યો છે. આ જોઈને લાગે છે કે તે ઉઠી જશે, પરંતુ થોડા સમય પછી તેનું શરીર શાંત થઈ જાય છે. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરે છે. હવે ગુરુવારે વધુ એક હાથીના મોત બાદ આ આંકડો વધીને 9 થયો છે. હાથીઓના મોતના કિસ્સા સામાન્ય નથી. હાથીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સકોની ટીમ અહીં કેમ્પ કરી ચૂકી છે. પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે 29 ઓક્ટોબરના રોજ સવારે 10.15 વાગ્યે પેટ્રોલિંગ દરમિયાન બાંધવગઢ નેશનલ પાર્ક સ્થિત સલખાનિયા બીટના ગાર્ડે કેમ્પથી 2 કિમી દૂર જમીન પર બે હાથીઓને પડેલા જોયા હતા. થોડે આગળ ગયા પછી તેઓએ એક હાથીને ચક્કર ખાતા જોયો. નજીકમાં વધુ હાથીઓ હોવાના ડરથી અધિકારી ત્યાંથી પાછા ફર્યા અને તેમના વરિષ્ઠ અધિકારીને જાણ કરી. લગભગ 2 વાગ્યા સુધીમાં રેન્જર અને અન્ય ફોરેસ્ટ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. થોડી જ વારમાં તેઓએ આ સમગ્ર વિસ્તારમાં 10 હાથીઓને જમીન પર પડેલા જોયા. ડોક્ટરની ટીમે થોડી જ વારમાં 4 હાથીઓને મૃત જાહેર કર્યા. કોડોના ખેતરમાં મૂવમેન્ટ મળી સાલખાણીયા ગામમાં 13 હાથીઓનું ટોળું એક ખેડૂતના ખેતરમાં પહોંચી ગયું હતું. આ ખેતરમાં કોડો પાક ઉગાડવામાં આવ્યો હતો, જેમાંથી કેટલીક કાપણી થઈ ગઈ હતી અને સૂકવવા માટે ખેતરમાં પડી હતી. કેટલાક ભાગમાં લીલી કોડો હતી, ત્યાં હાથીઓની અવરજવર જોવા મળી હતી. ખેતરમાં હાથીઓ ઘૂસવાને કારણે તેમની લાકડાની વાડ તૂટી ગઈ હતી. ખેતરોની અંદર પણ હાથીઓના ખાવા અને ચાલવાને કારણે કોડોના છોડ નાશ અને દબાયેલા જોવા મળ્યા હતા. બાકીનો સુકો પાક જમીન પર જેમ તેમ પડેલો હતો. લોકો એવા નથી કે હાથીઓને ઝેર આપે અહીં નજીકમાં નિપાણીયા ગામના ગ્રામજનો મળ્યા હતા, તેઓ તેમના ઢોર ચરાવવા આવ્યા હતા. તેમાંથી એકે ઓફ કેમેરા કહ્યું કે તેણે આવી ભયંકર દુર્ઘટના ક્યારેય જોઇ નથી. હું આટલો વૃદ્ધ થઈ ગયો છું. એકાદ-બે હાથી મરતા હતા, પરંતુ આવું ભયાનક દ્રશ્ય પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. 8 હાથીનું મરવું એ મોટી વાત છે. હાથી આવીને પાકને પણ નુકસાન પહોંચાડે છે. અમને વળતર પણ મળતું નથી, પરંતુ આ બધું ચાલતું રહે છે. આટલો મોટી દુર્ઘટના કેવી રીતે થઇ તે ખબર નથી. અહીંના માણસો એવા નથી કે આટલા મોટા પાયે જાણીજોઈને હાથીઓને ઝેર આપે. સાલખાનિયાના ખેડૂત સુખલાલ સિંહે જણાવ્યું કે, અમને જાણવા મળ્યું છે કે અહીં આસપાસ ઘણા હાથીઓના મોત થયા છે. અમે સવારે ફોરેસ્ટ ટીમ માટે નાસ્તો લઇને પણ ગયા હતા, પરંતુ તેઓએ અમને જોવા ન દીધા. હાથીઓનું ટોળું બગૈયા, બામેરા અને લાખણીયા થઈને સાલખાણીયા ગામમાં આવ્યું. અમારા ગામમાં પાક ખાધા પછી તેઓ જંગલમાં રોકાઈ ગયા. પછી બીજી રાત્રે તેઓ પાક ખાવા આવ્યા. એક હાથીની સારવાર ચાલુ બાંધવગઢ નેશનલ પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર પી.કે. વર્માએ કહ્યું કે બપોરે માહિતી મળતા જ અમે રેન્જના તમામ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. અમે તરત જ બધા ડૉક્ટરોને પણ બોલાવ્યા. 13 હાથીઓનું ટોળું હતું. ચાર હાથી મૃત્યુ પામ્યા હતા. અમે બાકીના હાથીઓને બચાવવા માટે આખી રાત ડૉક્ટર સાથે કામ કર્યું, પરંતુ વધુ ત્રણ હાથીઓ રાત્રે અલગ-અલગ સમયે મૃત્યુ પામ્યા. બુધવારે બપોરે એક હાથીનું મોત થયું હતું. આ રીતે કુલ 8 હાથીઓના મોત થયા છે. એક હાથીની હાલ સારવાર ચાલી રહી છે. એક હાથી સંપૂર્ણ સ્વસ્થ થઈને જંગલ તરફ ગયો છે. ઘટના પછી, ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળ અને તેની આસપાસના કેટલાક કિલોમીટરની અંદર તપાસ કરી. અમે આજુબાજુના જળાશયોની પણ તપાસ કરી અને તેમાં કોઈ ઝેરી પદાર્થ મળ્યો ન હતો. યુરિયાના વપરાશના કોઈ સંકેત મળ્યા નથી. હાથીઓના મોંમાંથી ફીણ કે યુરિયાની કોઈ ગંધ આવતી ન હતી. ઘણા હાથીઓ ખૂબ પાછળથી મૃત્યુ પામ્યા હતા, તેથી સલ્ફાસની શક્યતા પણ ઓછી છે. હાથીઓનું પોસ્ટમોર્ટમ કરી દફનાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments