બુધવારે ભારત-ચીન સરહદ પરના દેપસાંગ અને ડેમચોકમાંથી સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે દિવાળી પર ચીન અને ભારતના સૈનિકો એકબીજાને મીઠાઈ ખવડાવશે. પેટ્રોલિંગ અંગે ગ્રાઉન્ડ કમાન્ડરના અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં વાતચીત થશે. ગ્રાઉન્ડ કમાન્ડરોમાં બ્રિગેડિયર અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓ હોય છે. LAC પર પેટ્રોલિંગ અંગે ભારત અને ચીન વચ્ચેના કરાર પર વિદેશમંત્રી એસ. જયશંકરે 27 ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે સૈનિકોને પાછા બોલાવવા એ પહેલું પગલું છે. બીજું પગલું તણાવ ઘટાડવાનું છે. આ તણાવ ત્યારે જ ઘટશે જ્યારે ભારતને ખાતરી થશે કે ચીન પણ એવું જ ઇચ્છે છે. તણાવ ઘટાડ્યા પછી બોર્ડરને કેવી રીતે મેનેજ કરવી એ અંગે ચર્ચા કરવામાં આવશે. જાણો ભારત-ચીન બોર્ડર પર સેના કેવી રીતે પાછળ હટી પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી સરહદ વિવાદ અંગે ભારત અને ચીન વચ્ચે તણાવ હતો. બે વર્ષ લાંબી વાટાઘાટો પછી હાલમાં કરાર થયો છે. બંને સૈના વિવાદાસ્પદ પોઇન્ટ્સ દેપસાંગ અને ડેમચોકથી પાછળ હટશે. 18 ઓક્ટોબર: દેપસાંગ અને ડેમચોકથી સૈન્ય પાછળ હટવા વિશેની માહિતી સામે આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અહીંથી બંને સેના એપ્રિલ 2020થી પહેલાંની સ્થિતિમાં પાછી ફરશે. ઉપરાંત સેના એ જ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે, જ્યાં તે એપ્રિલ 2020 પહેલાં પેટ્રોલિંગ કરતી હતી. આ સિવાય કમાન્ડર સ્તરની બેઠકો ચાલુ રહેશે. 2020માં ભારત અને ચીન સૈનિકો વચ્ચે ગાલવાન અથડામણ બાદ દેપસાંગ અને ડેમચોકમાં તણાવ જોવા મળ્યો હતો. લગભગ 4 વર્ષ પછી 21 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે એક નવા પેટ્રોલિંગ કરાર પર હસ્તાક્ષર થયા. વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે એનો ઉદ્દેશ લદ્દાખમાં ગલવાન જેવી અથડામણને રોકવા અને પહેલાંની પરિસ્થિતિને પુનર્સ્થાપિત કરવાનો છે. 25 ઓક્ટોબર: ભારત અને ચીનના સૈન્યએ 25 ઓક્ટોબર શુક્રવારથી પૂર્વી લદ્દાખ સરહદથી પાછળ હટવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, બંને સૈન્યએ પૂર્વી લદ્દાખના ડેમચોક અને દેપસાંગ પોઇન્ટમાં તેમના હંગામી તંબુ અને શેડ દૂર કર્યા છે. વાહનો ને લશ્કરી સાધનો પણ પાછાં લઈ જવામાં આવી રહ્યાં છે. આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, 28 અને 29 ઓક્ટોબર સુધીમાં બંને દેશો દેપસાંગ અને ડેમચોકથી તેમની સેના સંપૂર્ણપણે પાછી બોલાવી લેશે. પેટ્રોલિંગ માટે મર્યાદિત સંખ્યામાં સૈનિકો નક્કી કરવામાં આવ્યા છે. આ સંખ્યા શું છે એ વિશેની માહિતી હજી સામે આવી નથી. હવે ભારત-ચીન સરહદ વિવાદની સંપૂર્ણ વિગતો વાંચો … ગલવાન ઘાટી-ગોગરા હોટ સ્પ્રિંગ્સ પેટ્રોલિંગ અંગે હજી સુધી કોઈ નિર્ણય નહીં સમજૂતીમાં લદ્દાખમાં દેપસાંગ હેઠળ આવતા પોઇન્ટ અંગે સહમતી થઈ છે, પરંતુ ડેમચોકમાં ગાલવાન ઘાટી અને ગોગ્રા હોટ સ્પ્રિંગ્સમાં પેટ્રોલિંગ અંગે કંઇ કહેવામાં આવ્યું નથી. દેપસાંગ: ભારતીય સેનાના જણાવ્યા મુજબ, સૈનિકો હવે પેટ્રોલિંગ માટે દેપસાંગમાં 10, 11, 11-એ, 12 અને 13 પેટ્રોલિંગ પોઇન્ટ સુધી જઈ શકશે. ડેમચોક: પેટ્રોલિંગ પોઇન્ટ -14 એટલે કે ગલવાન ઘાટી, ગોગ્રા હોટ સ્પ્રિંગ્સ એટલે કે PP -15 અને PP -17 બફર ઝોન છે. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવે છે કે અહીં પેટ્રોલિંગ અંગે પછીથી વિચારવામાં આવશે. બફર ઝોન એટલે એ ક્ષેત્ર જ્યાં બંને સૈન્ય એકબીજાની સામ-સામે ન આવે. આ ઝોન વિરોધી સેનાને અલગ કરે છે. ભારત-ચીન પેટ્રોલિંગ કરાર 3 પોઇન્ટમાં 1. પીએમ નરેન્દ્ર મોદીની બ્રિક્સ મુલાકાત પહેલાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બ્રિક્સમાં મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક મળી હતી. મોદીએ અહીં કહ્યું હતું કે તમામ સંજોગોમાં શાંતિ જાળવવી જરૂરી છે. 2. ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં LAC પર એપ્રિલ 2020ની સ્થિતિને પુનર્સ્થાપિત કરવા સંમત થયા. આનો અર્થ એ છે કે હવે ચીની સૈન્ય એ વિસ્તારોમાંથી પાછળ હટશે, જ્યાં તેણે અતિક્રમણ કર્યું હતું. 3. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે ભારત અને ચીનના સરહદ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે 2020 પછી ઉદ્ભવતા મુદ્દાઓને હલ કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. બંને દેશો આના પર પગલાં ભરશે. 15 જૂન 2020ના રોજ ગાલવાનની અથડામણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા 15 જૂન, 2020ના રોજ ચીને એક્સર્સાઈઝના બહાને પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં સૈનિકો તહેનાત કર્યા હતા. આ પછી ઘૂસણખોરીની ઘટનાઓ ઘણી જગ્યાએ થઈ હતી. ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીનની બરાબર સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે LAC પર ગોળીઓ ચલાવવામાં આવી. આ દરમિયાન 15 જૂને ગાલવાન ઘાટીમાં ચીની સૈન્ય સાથે અથડામણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. પાછળથી ભારતે પણ આનો યોગ્ય જવાબ આપ્યો. આમાં લગભગ 60 ચાઇનીઝ સૈનિકો માર્યા ગયા હતા. દેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ માટે જવાનોની સંખ્યા કેટલી હશે?
ભારત અને ચીનના સૈનિકો હટી ગયા બાદ બીજી ચર્ચા પેટ્રોલિંગ પર થશે. ટૂંક સમયમાં ગ્રાઉન્ડ કમાન્ડરના અધિકારીઓ વચ્ચે વાતચીત થશે. ગ્રાઉન્ડ કમાન્ડરોમાં બ્રિગેડિયર અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં પેટ્રોલિંગ માટે જવાનોની સંખ્યા અંગે ચર્ચા કરવામાં આવશે. 2020માં ગલવાન અથડામણ પછી મોદી અને જિનપિંગ કેટલી વાર મળ્યા?
રશિયાના કઝાન શહેરમાં 23 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 5 વર્ષ બાદ દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. બંને નેતાઓએ સરહદ વિવાદનો શક્ય તેટલો વહેલીતકે ઉકેલવા, પરસ્પર સહયોગ અને પરસ્પર વિશ્વાસ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. જે બાદ ડી-એસ્કેલેશનનો મામલો સામે આવ્યો હતો. ભારત-ચીન કરાર સંબંધિત આ સમાચાર પણ વાંચો… એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરીઃ કહ્યું- LAC અને અગાઉના કરારોનું સન્માન કરવું જોઈએ, તો જ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે. લાઓસમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. જેમાં નેતાઓ વચ્ચે ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે ચીનના વિદેશ મંત્રીને એલએસી અને અગાઉના કરારોનું સન્માન કરવા જણાવ્યું હતું. જયશંકરે કહ્યું કે સંબંધોમાં સ્થિરતા બંને દેશોના હિતમાં છે.