મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કુલ 7,995 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમાંથી ઘાટકોપર પૂર્વના ભાજપના ઉમેદવાર પરાગ શાહ સૌથી અમીર ઉમેદવાર છે. ચૂંટણી એફિડેવિટમાં તેમણે જણાવ્યું કે તેમની પાસે 3383.06 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે 2 કરોડ રૂપિયા કેશ છે. પરાગ 2019માં ઘાટકોપર પૂર્વ બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેમની સંપત્તિ 550.62 કરોડ રૂપિયા હતી. તેમની સંપત્તિ 5 વર્ષમાં 575% વધી છે. અગાઉ 2017ની BMC ચૂંટણીમાં તેણે પોતાની સંપત્તિ 690 કરોડ રૂપિયા જાહેર કરી હતી. પરાગ શાહ રિયલ એસ્ટેટ કંપની MICI ગ્રુપના ચેરમેન પણ છે, તેઓ તેને 25 વર્ષથી ચલાવી રહ્યા છે. તેમની કંપની ગુજરાત અને ચેન્નાઈના ઘણા શહેરોમાં રિયલ એસ્ટેટનું કામ કરે છે. પરાગની પત્ની માનસી પાસે પણ કરોડોની સંપત્તિ છે, જેમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. પરાગ શાહ પર 54.14 કરોડથી વધુનું દેવું છે
ચૂંટણી પંચને આપેલી માહિતીમાં પરાગ શાહે કહ્યું કે તેમના પર 54.14 કરોડ રૂપિયાનું દેવું છે. આમાં તેમના નામે 43.29 કરોડ રૂપિયા અને પત્નીના નામે 10.85 કરોડ રૂપિયાથી વધુની લોન છે. મીડિયા સાથે વાત કરતા પરાગ શાહે કહ્યું કે ભગવાને તેમને બધું જ આપ્યું છે. તેઓ હવે દેશ માટે કંઈક કરવા માંગે છે. તેમણે કહ્યું કે તે પોતાની બચતમાંથી 50% થી વધુ સમાજ સેવા માટે આપે છે. તેમની પાસે કોઈ કાર નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 23થી 9 બેઠકોમાં સમેટાયું લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી INDIA ગઠબંધનને 30 અને NDAને 17 બેઠકો મળી હતી. જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને NCPને માત્ર 1 સીટ મળી છે. ભાજપે 23 બેઠકોનું નુકશાન થયું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 41 બેઠકો મળી હતી જ્યારે 2014માં તેને 42 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણી મુજબ ભાજપની હારનો અંદાજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં લોકસભા ચૂંટણી જેવો ટ્રેન્ડ ચાલુ રહેશે તો ભાજપને નુકસાન થશે. ભાજપ લગભગ 60 બેઠકો આસપાસ સમેટાઈ જશે. તેમજ, વિપક્ષ ગઠબંધનના સર્વેમાં, MVAને 160 બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપ માટે મરાઠા આંદોલન સૌથી મોટો પડકાર છે. આ સિવાય શિવસેના અને એનસીપીમાં થયેલી તોડફોડ પછી લોકોને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ છે. વિધાનસભા ચૂંટણી – 2019 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંબંધિત આ સમાચાર પણ વાંચો… ફડણવીસે કહ્યું- મહારાષ્ટ્રમાં ભાજપ એકલા જીતી શકે નહીં, લોકસભા ચૂંટણી વખતે રાજ્યમાં વોટ જેહાદ થયુ હતું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 27 ઓક્ટોબરે કહ્યું હતું કે આપણે જમીની વાસ્તવિકતા અંગે વ્યવહારુ બનવું પડશે. ભાજપ એકલા હાથે મહારાષ્ટ્રની ચૂંટણી જીતી શકે નહીં, પરંતુ એ પણ સાચું છે કે અમારી પાસે સૌથી વધુ બેઠકો અને સૌથી વધુ મતદાન ટકાવારી છે. ચૂંટણી બાદ ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી બની જશે.