IPL મેગા ઓક્શન-2024 માટે ખેલાડીઓને રિટેન કરવાની આજે છેલ્લી તારીખ છે. તમામ ફ્રેન્ચાઇઝીઓએ તેમના સંબંધિત રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સાંજે 5 વાગ્યા પહેલા આયોજક સમિતિને સબમિટ કરવાની રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિષભ પંતને દિલ્હી કેપિટલ્સ રિલીઝ કરી શકે અને તે ઓક્શનમાં પ્રવેશ કરશે તે નિશ્ચિત છે. પંત 2016થી દિલ્હી સાથે છે અને 2022માં તે આ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન પણ બન્યો હતો.
રિપોર્ટ અનુસાર, પંત અને દિલ્હી કેપિટલ્સના માલિક વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વાતચીત ચાલી રહી હતી. બંને વચ્ચે છેલ્લી વાતચીત બુધવારે થઈ હતી, પરંતુ પરસ્પર સમજૂતી થઈ શકી ન હતી. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સના શ્રેયસ અય્યરની મુક્તિ લગભગ નિશ્ચિત છે. કેએલ રાહુલનું લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમવું કે નહીં રમવું તે રાઈટ-ટુ-મેચ કાર્ડ પર નિર્ભર રહેશે. આગળ વાંચો કઈ ફ્રેન્ચાઈઝી કયા ખેલાડીઓને રિટેન શકે છે… 1. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ધોનીની સાથે ગાયકવાડ, જાડેજા, દુબે અને પથિરાનાના નામ
5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ 5 ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે અને શ્રીલંકાના ફાસ્ટ બોલર મથિશ પથિરાનાનો સમાવેશ થાય છે. ધોનીને 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવી શકે છે. ફ્રેન્ચાઇઝીને રિટેન કરવા માટે ઓછામાં ઓછા 65 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. 2. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): શ્રેયસ-રસેલ રિલીઝ થઈ શકે છે
કોલકાતા નાઈટ રાઈડર્સે ગયા વર્ષે IPL:નો ખિતાબ જીત્યો હતો. ટીમે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ વખતે ફ્રેન્ચાઇઝીએ ટીમના છેલ્લા ટાઇટલ વિજેતા કેપ્ટન શ્રેયસ અય્યરને છોડવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે આન્દ્રે રસેલ પણ રિલીઝ થઈ શકે છે. ફ્રેન્ચાઇઝી સુનીલ નારાયણ, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને જાળવી શકે છે. 3. લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી): કેએલ રાહુલ પર RTM કાર્ડ; પૂરન, મયંક યાદવ અને બિશ્નોઈને રિટેન કરી શકે
લખનઉ તેના કેપ્ટન કેએલ રાહુલ પર રાઈટ-ટુ-મેચ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. ફ્રેન્ચાઈઝી નિકોલસ પૂરન, મયંક યાદવ અને રવિ બિશ્નોઈને રિટેન કરવા માટે તૈયાર છે. આયુષ બદોની અને મોહસિન ખાનના નામ રિટેન્શન લિસ્ટમાં નથી. ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા અને નવીન ઉલ હકને પણ રિલીઝ કરવામાં આવશે. 4. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ક્લાસેન પર મોટો દાવ; પેટ કમિન્સ, હેડ, અભિષેક અને રેડ્ડીને રિટેન કરી શકે
હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટર હેનરિક ક્લાસેન પર મોટો દાવ રમી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝી તેને 23 કરોડ રૂપિયાની મોટી રકમમાં રિટેન કરી લેશે. કેપ્ટન પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને નીતિશ રેડ્ડીના નામ રિટેન્શન લિસ્ટમાં હોઈ શકે છે. 5. ગુજરાત ટાઇટન્સ (GT): ગિલ, રાશિદ અને રાહુલને રિટેન કરી શકે
2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટીમ કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન, બી સાઇ સુદર્શન, રાહુલ તેવટિયાને જાળવી શકે છે. ટીમ પાસે રાઈટ ટુ મેચ કાર્ડનો વિકલ્પ પણ હશે. 6. રાજસ્થાન રોયલ્સ (RR): સેમસન-જયસ્વાલ સહિત 4 ખેલાડીઓ પર દાવ
રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ માત્ર એક જ ટાઇટલ જીત્યું છે. આ ટીમ 2008ની સિઝનમાં ચેમ્પિયન બની હતી. ત્યારપછી રાજસ્થાનની ટીમ ટ્રોફી જીતી શકી નથી. આ વખતે રાજસ્થાન ફ્રેન્ચાઈઝી સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને સંદીપ શર્માને રિટેન કરી શકે છે. જોસ બટલર અને યુઝવેન્દ્ર ચહલને જાળવી રિટેન્શનની લિસ્ટમાં સામેલ નથી. 7. મુંબઈ ઈન્ડિયન્સ (MI): બુમરાહ, પંડ્યા, રોહિત અને સૂર્યાના નામ
4 ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી સિઝન ખરાબ રહી હતી. ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. ફ્રેન્ચાઇઝી કેપ્ટન હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર, રોહિત અને તિલક વર્મા જેવા ખેલાડીઓને જાળવી રાખવા માગે છે. ઈશાન કિશનને રિલીઝ કરી શકે છે. 8. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): કોહલી, સિરાજ, દયાલને રિટેન કરી શકે, ડુ પ્લેસિસનું નામ નથી
બેંગલુરુએ ગત સિઝનમાં શાનદાર પુનરાગમન કર્યું હતું અને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ટ્રોફી જીતી શકી નહોતી. બેંગલુરુ ફ્રેન્ચાઈઝી વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને અનકેપ્ડ યશ દયાલને જાળવી શકે છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું નામ આ યાદીમાં નથી. 9. દિલ્હી કેપિટલ્સ (DC): ટીમ પંતને રોકવા માગે છે, કુલદીપ-અક્ષરને પણ જાળવી રાખવામાં આવશે.રિટેન કરી શકે
દિલ્હી ફ્રેન્ચાઇઝી કેપ્ટન રિષભ પંતને જાળવી રાખવા માગે છે, પરંતુ તે રિટેન કરાયેલી ટીમ સાથે રહે છે કે નહીં તે જોવાનું રહે છે. મળતી માહિતી મુજબ તેઓ ચેન્નઈ સાથે જોડાઈ શકે છે. પંત ઉપરાંત દિલ્હી કુલદીપ યાદવ અને અક્ષર પટેલને રિટેન કરી શકે છે. 10. પંજાબ કિંગ્સ (PBKS): અર્શદીપને જાળવી રાખવામાં આવશે, રિટેન કરાશે, ઓક્શનમાં 5 RTM કાર્ડ્સ
પંજાબ ફ્રેન્ચાઇઝી અત્યાર સુધી એકપણ ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. ટીમ માત્ર એક જ ફાઇનલમાં પહોંચી શકી છે. આ વખતે પંજાબની ટીમ અર્શદીપ સિંહને રિટેન કરી શકે છે. સાથે જ કેપ્ટન શિખર ધવનને પણ રિલીઝ કરી શકે છે. ટીમ ઓક્શનમાં 5 RTM કાર્ડનો ઉપયોગ કરી શકશે.