છેલ્લાં દસ વર્ષથી PM મોદી દિવાળીની ઉજવણી દેશના જવાનો સાથે કરતા આવ્યા છે. આજે દિવાળીનું પર્વ છે ત્યારે સતત 11મા વર્ષે દિવાળી ઉજવવા કચ્છ પહોંચ્યા હતા. PM મોદીએ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છની સરહદે ફરજ બજાવતા BSFના જવાનોનાં મોં મીઠાં કરાવી શુભેચ્છા પાઠવી હતી. છેલ્લાં 11 વર્ષમાં મોદી સૌથી વધુ ચાર વાર જમ્મુ-કાશ્મીર અને બે વાર હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી ચૂક્યા છે. PM બન્યા બાદ કચ્છમાં પ્રથમવાર દિવાળીની ઉજવણી
PM મોદી આજે દિવાળીના દિવસે જ ગુજરાત પ્રવાસે છે ત્યારે દિવાળીના પર્વની ઉજવણી પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા સુરક્ષા જવાનો સાથે કરી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી કચ્છમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. 22 વર્ષ પહેલાં વર્ષ 2002માં ભચાઉના ચોબારી ખાતે ભૂંકપગ્રસ્તો સાથે દિવાળીની ઉજવણી કરી અસરગ્રસ્તોને હૂંફ પાડી હતી. 2014 થી 2024 સુધી વડાપ્રધાને જવાનો સાથે દિવાળીની કરેલી ઉજવણીની તસવીરો…