કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 6 નવેમ્બરથી મહારાષ્ટ્રમાં વિપક્ષી જુથના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે. આ દિવસે તેઓ મુંબઈમાં મહા વિકાસ અઘાડી (MVA)ની સંયુક્ત રેલીમાં ભાગ લેશે. આ રેલીમાં NCP (SCP)ના વડા શરદ પવાર અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે હાજર રહેશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ત્રણેય નેતાઓ કૉમન ગેરંટી પણ આપશે. બારામતીમાં મીડિયા સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે વિપક્ષનો ચૂંટણી પ્રચાર 6 નવેમ્બરે મુંબઈથી શરૂ થશે. MVA લોકોનું સમર્થન મેળવવા માટે એક કોમન મિનિમમ પ્રોગ્રામ પણ જાહેર કરશે. પવારે કહ્યું- 10-12 સીટો પર વિપક્ષ વચ્ચે ફ્રેન્ડલી લડાઈ
રાજ્યમાં કેટલીક બેઠકો પર વિપક્ષ નેતાઓ વચ્ચે ફ્રેન્ડલી લડાઈ અંગે, પવારે કહ્યું – માત્ર 10-12 બેઠકો છે જ્યાં બે MVA ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે અમે આગામી થોડા દિવસોમાં કોઈ સમાધાન કાઢીશું અને સમસ્યાનો ઉકેલ લાવીશું. સંજય રાઉતે કહ્યું- રાજ ઠાકરે તેમના પુત્રના ભવિષ્ય માટે PMના વખાણ કરી રહ્યા છે
શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ગુરુવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું- રાજ ઠાકરે તેમના પુત્ર અમિત ઠાકરેની રાજકીય કારકિર્દી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કરી રહ્યા છે. રાઉતે કહ્યું કે ઠાકરે એક સમયે વડાપ્રધાન મોદી અને શાહને મહારાષ્ટ્ર આવતા રોકવાની વાત કરતા હતા. આજે અચાનક શું થયું કે તેઓ તેમના વખાણ કરી રહ્યા છે. અમે સમજી શકીએ છીએ કે તેમનો પુત્ર માહિમથી ચૂંટણી લડી રહ્યો છે. તેમને પોતાના પુત્રના ભવિષ્યની ચિંતા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સૌથી વધુ 103 સીટો પર મેદાનમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહા વિકાસ અઘાડી (MVA) વચ્ચે સીટની વહેંચણીનો મુદ્દો હજુ સ્પષ્ટ નથી. જો કે કોંગ્રેસ અત્યારે સૌથી વધુ 103 સીટો પર ચૂંટણી લડી રહી છે. ત્યાર બાદ શિવસેના (UBT)ને 89 અને NCP (SCP)ને 87 બેઠકો આપવામાં આવી છે. 6 બેઠકો અન્ય નાના પક્ષોને આપવામાં આવી છે અને ત્રણ પર કંઈ નક્કી થયું નથી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 23થી 9 બેઠકોમાં સમેટાયું લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી INDIA ગઠબંધનને 30 અને NDAને 17 બેઠકો મળી હતી. જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને NCPને માત્ર 1 સીટ મળી છે. ભાજપે 23 બેઠકોનું નુકશાન થયું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 41 બેઠકો મળી હતી જ્યારે 2014માં તેને 42 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણી મુજબ ભાજપની હારનો અંદાજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં લોકસભા ચૂંટણી જેવો ટ્રેન્ડ ચાલુ રહેશે તો ભાજપને નુકસાન થશે. ભાજપ લગભગ 60 બેઠકો આસપાસ સમેટાઈ જશે. તેમજ, વિપક્ષ ગઠબંધનના સર્વેમાં, MVAને 160 બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપ માટે મરાઠા આંદોલન સૌથી મોટો પડકાર છે. આ સિવાય શિવસેના અને એનસીપીમાં થયેલી તોડફોડ પછી લોકોને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ છે. વિધાનસભા ચૂંટણી – 2019 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંબંધિત આ સમાચાર પણ વાંચો… ફડણવીસે કહ્યું- મહારાષ્ટ્રમાં બીજેપી એકલા હાથે જીતી શકે નહીં, લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં વોટ જેહાદ થયુ હતું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 27 ઓક્ટોબરે કહ્યું હતું કે આપણે જમીની વાસ્તવિકતા અંગે વ્યવહારુ બનવું પડશે. ભાજપ એકલા હાથે મહારાષ્ટ્રની ચૂંટણી જીતી શકે નહીં, પરંતુ એ પણ સાચું છે કે અમારી પાસે સૌથી વધુ બેઠકો અને સૌથી વધુ મતદાન ટકાવારી છે. ચૂંટણી બાદ ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી બની જશે.