છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતીઓએ કુલ 3.46 લાખ કરોડ આવક વેરો ભર્યો છે. સૌથી વધુ આવક વેરો ભરવામાં ગુજરાત 5 વર્ષ કરતાં વધુ સમયથી દેશના ટોપ-5 રાજ્યમાં સામેલ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના રિસર્ચ રિપોર્ટ મુજબ, દેશના ડાયરેક્ટ ટેક્સમાં 72% યોગદાન આપતા પાંચ રાજ્યમાં ગુજરાત છે. 2019-20માં રાજ્યમાં લોકોએ 49,517 કરોડ આવકવેરો ભર્યો હતો, જે 88% વધીને 2023-24માં 93,300 કરોડને પાર થયો છે. ગુજરાતમાં વ્યક્તિગત આવક વેરો ભરનારમાંથી 14% મહિલાઓ હતી. દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ગુજરાતની હિસ્સેદારી 4.9% છે. મહારાષ્ટ્ર 37% સાથે દેશમાં પ્રથમ સ્થાને છે. 2023-24માં દેશમાં કુલ 8.6 કરોડ લોકોએ આવકવેરો રિટર્ન ફાઇલ કર્યું હતુ. કુલ ટેક્સ રેવન્યુમાં ડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 56.8% છે. દેશમાં 2021થી ડાયરેક્ટ ટેક્સમાં વ્યક્તિગત આવક વેરોનું પ્રમાણ કોર્પોરેટ ટેક્સના પ્રમાણ કરતાં વધારે છે.
માથાદીઠ ટેક્સ ઓછો, આવક વધુ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં માથાદીઠ ટેક્સનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. પરંતુ માથાદીઠ આવક વધુ છે. દેશની સરેરાશ માથાદીઠ આવક 2.11 લાખ અને માથાદીઠ ડાયરેક્ટ ટેક્સ 14 હજાર રૂપિયા છે. આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, કેરળમાં ગુજરાત જેવી સ્થિતિ છે. જ્યારે મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ માથાદીઠ ટેક્સ છે. રાજસ્થાન, પંજાબ, બિહાર, પં.બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઉ.પ્રદેશમાં માથાદીઠ આવક અને ટેક્સ બંને રાષ્ટ્રીય સરેરાશથી ઓછા છે. મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું રિપોર્ટમાં જણાવાયું છે કે 2023-24માં ગુજરાતમાં વ્યક્તિગત આવકવેરો ફાઇલ કરતાં લોકોમાં 14% મહિલા હતી. દેશમાં સરેરાશ 15% મહિલોએ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યંું હતંુ.