સુરતમાં કોઈ પણ તહેવાર હોય તેને મનભરીને ઉજવવામાં આવે છે. દિવાળી બાદ આજે પણ સુરતીઓએ આતશબાજીની બોછાર કરી દીધી હતી. જેને પગલે સુરત શહેરના આકાશમાં ધુમાડાની ચાદર પથરાઈ ગઈ હતી. આ સાથે આતશબાજીથી આકાશમાં રંગબેરંગી રંગોળી સર્જાઈ ગઈ હતી. આ સમગ્ર નજારો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયો હતો. પડતર દિવસે સુરત શહેર સૂમસામ
સુરતમાં દિવાળી બાદ પડતર દિવસને લઈને સાંજ પડતાં જ ટાબરીયાઓ, યુવાનોએ આતશબાજી, કોઠી બોમ્બ, ચકરડી, તનકતારા સહિતના ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. શહેર આખું ઉજવણીના ઉત્સાહમાં મગ્ન હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. શહેરીજનો દ્વારા ઉત્સાહભેર દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. વર્ષના પડતર દિવસે સુરત શહેર થોડું સૂમસામ જોવા મળ્યું હતું.