વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં તેઓ કાળા કપડાં પહેરીને હવન કરી રહ્યા છે અને મુઠ્ઠી ભરીને આહુતિ આપી રહ્યા છે. ભાજપના લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, હાર્દિકે કોઈ વિશેષ તંત્ર-મંત્રનો પ્રયોગ કરાવ્યો છે. રાજકીય કારકિર્દીમાં આગળ વધવા તાંત્રિકની વિદ્યાનો સહારો લઈ હાર્દિક પટેલ આ વિધી કરાવી રહ્યા છે.
જોકે, હાર્દિક પટેલે કહ્યું કે, આ તાંત્રિક પ્રયોગ નથી પરંતુ, મેલી નજરથી બચવા માટેનો ભૈરવ હનુમાનજી અને કુળદેવીનો હવન કરાવ્યો છે. મારા પિતા પણ દર કાળી ચૌદશે હવન કરતા હતા. તે પરંપરા અનુસરીને મેં વિરમગામમાં મારા ઘરે હવન કરાવ્યો હતો.