દિવાળીના પર્વ પર લોકોએ પોતાના ઘરે પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી પણ લોકો માટે ‘સંજીવની’ ગણાતી 108 દિવસ-રાત દોડતી રહી હતી. 108ના સ્ટાફે એક જ દિવસમાં 4889 કોલ એટેન્ડ કર્યા હતા. સામાન્ય દિવસો કરતાં દિવાળીના દિવસે 108ને સાડા આઠ ટકા વધુ કોલ મળ્યા હતા. જેમાં દાઝવાના 38 જ્યારે અકસ્માતના 921 કોલ મળ્યા હતા. અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસો કરતાં દિવાળીએ ટોટલ ઈમર્જન્સી કોલમાં ઘટાડો નોંધાયો હતો. દિવાળીના પર્વ પર 108 દ્વારા રાજ્યમાં કુલ કેટલા ઈમર્જન્સી કોલ એટેન્ડ કર્યા? જિલ્લાવાઈઝ તૈનાત 108ની ટીમોએ કેટલા કોલ એટેન્ડ કર્યા? રાજ્યમાં દિવાળીના પર્વ પર મારામારી અને અકસ્માતના ઈમર્જન્સી કોલમાં કેટલો વધારો થયો? તેની આગળ સ્ટોરીમાં વાત કરીએ. રાજ્યમાં એક જ દિવસમાં ઈમર્જન્સી કોલમાં 8.55 ટકાનો વધારો
રાજ્યમાં 108 સેવાને સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 4504 ઈમર્જન્સી કોલ મળતા હોય છે. તેના બદલે દિવાળીના દિવસે 4889 ઈમર્જન્સી કોલ મળ્યા હતા. જે સામાન્ય દિવસો કરતાં 8.55 ટકા વધુ હતા. દાઝી જવાના 38 કોલ મળ્યા
દિવાળીના પર્વ પર ફટાકડાના કારણે અને અન્ય દાઝી જવાના બનાવમાં પણ વધારો થયો હતો. એક જ દિવસમાં 108ને દાઝી જવાના 38 કોલ મળ્યા હતા. સૌથી વધુ અમદાવાદમાં 8, સુરતમાં 6 અને ભરૂચમાં 5 કોલ મળ્યા હતા. રોડ અકસ્માતના કોલમાં 91.48 ટકાનો વધારો
રાજ્યમાં માર્ગ અકસ્માતના 108ને સામાન્ય દિવસોમાં સરેરાશ 481 ઈમર્જન્સી કોલ મળતા હોય છે. તેની સામે દિવાળીએ 921 કોલ મળ્યા હતા. જે સામાન્ય દિવસો કરતાં 91.48 ટકા વધુ હતા. મારામારીના કેસમાં 124 ટકાનો વધારો
રાજ્યમાં 108ને સામાન્ય દિવસોમાં મારામારીના સરેરાશ 144 કેસ મળતા હોય છે. તેના બદલે દિવાળીના દિવસે 323 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસો કરતાં 124 ટકા વધુ હતા. અમદાવાદમાં કુલ ઈમર્જન્સી કેસ ઘટ્યા પણ…
દિવાળીના દિવસે રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં દિવાળીએ ઈમર્જન્સી કેસમાં વધારો નોંધાયો હતો. પરંતુ, અમદાવાદ જિલ્લામાં કુલ કેસમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, માર્ગ અકસ્માતના બનાવમાં સામાન્ય દિવસો કરતાં 45.56 ટકા અને મારામારીના બનાવમાં 120 ટકાનો વધારો થયો હતો. મહાનગરોના બદલે આ જિલ્લાઓમાં સૌથી વધુ ઈમર્જન્સી કોલ મળ્યા
આણંદ
અરવલ્લી
ભરૂચ
બોટાદ
દાહોદ
મહીસાગર
મોરબી
પંચમહાલ
પોરબંદર
દાહોદ
વલસાડ