ડાયમંડ સિટી બાદ બ્રિજ નગરી તરીકે જાણીતા બનેલા સુરતમાં દિવાળીની રાત્રે મોડે સુધી આકાશમાં આતશબાજીની જુગલબંધીઓ જોવા મળી હતી. એક એવો વિસ્તાર નહોતો કે જ્યાં ફટાકડા ફૂટ્યા ન હોય. નાના બાળકો, મહિલા, યુવાનો શેરી-મહોલ્લામાં ઘર આંગણે ફટાકડા ફોડી રહ્યા હતા. એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકો યુનિવર્સિટી રોડ, ગૌરવ પથ રોડના સર્વિસ રોડ પર પરિવાર સાથે ઉજવણી કરવા પહોંચ્યા હતા. અઠવા લાઇન્સ અને પાલ-અડાજણ વિસ્તારની આતશબાજી જોવા માટે ઘણા લોકો પાલ બ્રિજ તથા કેબલ સ્ટ્રેઇડ બ્રિજ ઉપર પહોંચી ગયા હતા.