back to top
Homeગુજરાતદીકરી દેવો ભવ:માતાનું સપનું હતું કે 1000 દીકરીને શિક્ષિત કરીશું તો બંને...

દીકરી દેવો ભવ:માતાનું સપનું હતું કે 1000 દીકરીને શિક્ષિત કરીશું તો બંને પરિવાર તારશે – ટ્રસ્ટી

સંકેત ઠાકર

મહેમદાવાદમાં કેશરા ગામ ખાતે આવેલા કેશરા હનુમાન મંદિરએ ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે. આ ટ્રસ્ટ 10 વર્ષથી વિવિધ શૈક્ષણિક સેવા કાર્ય કરે છે, આ વર્ષે ધનતેરસની નિમિત્તે આસપાસનાં 50 ગામડાંની 1001 કન્યાને દત્તક લીધી છે. મંદિરના ટ્રસ્ટી મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર પહેલી વાર મંદિરે નક્કી કર્યું છે કે 1001 દીકરીનો અભ્યાસ સુધીનો તમામ ખર્ચ ઉપાડી લેવામાં આવશે. સાથેસાથે તેમના શારીરિક (હોસ્પિટલ)થી માંડીને તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ લેશે. ધનતેરસની સવારે 11 વાગે મંદિરના પ્રાંગણમાં તમામ કન્યાઓ વ્યસન મુક્તિ અંગેના શપથ લેવડામાં આવ્યા હતા. દીકરીઓને ઘરમાં કોઈ વ્યસન કરે તો કેવી રીતે અટકાવવા તે અંગેની તાલીમ પણ આવનાર દિવસોમાં આપવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત દત્તક લીધેલી 1001 દીકરીઓની સાથે તેમના માતા-પિતાને પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપીને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં દત્તક લીધેલી તમામ દીકરીઓ માટે વિશેષ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવશે, જેમાં વ્યસન મુક્તિ, ‘બેટી બચવો બેટી પઢાઓ’ તેમ જ સેલ્ફ ડિફેન્સ અંગેની વિશેષ સમજ આપવામાં આવશે. નવરાત્રિ દરમિયાન કેસરા ગામ ખાતે દીકરીઓ માટે વિશેષ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર તમામ દીકરીઓને દત્તકની સાથે સાથે દીવાળી નિમિત્તે કપડાં વિતરણ તેમજ રસોડા કિટ પણ આપવામાં આવી હતી. મંદિરમાં થનારા દરેક પર્વમાં આ તમામ દીકરીઓને આમંત્રિત કરાશે. દીકરીઓ જ કેમ દત્તક લીધી… ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર મારી માતાનુંં સપનુંં હતુંં કે ભવિષ્યમાંં ત્રિવેદી પરિવારમાં 1000 દીકરીને શિક્ષિત કરવામાં આવે તે 1000 દીકરી હજારોની સંખ્યામાં પોતાના બંને પરિવારોને તારશેે, સમાજમાં દીકરીઓ ભણેલી અને તાલીમબદ્ધ હશે તો આવનારા સો વર્ષ માં સ્ત્રી સશક્તીકરણ જોવા મળશે. તેમને વધુમાં જણાવ્યું કે આ તમામ દીકરીઓને કોઈપણ પ્રકારનો આર્થિક ખર્ચની જરૂર હશે તો ટ્રસ્ટ સંપૂર્ણ રીતે મદદ કરશે. તસવીર ઃ ધવલ ભરવાડ 1001 કન્યાઓનું મંદિરના પ્રાંગણમાં પૂજન કરાવાયું મંદિરના પ્રાંગણમાં 1001 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જાગૃતિબેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિનું આપણા ઘરમાં સ્વાગત કરવું હોય તો તેના પહેલા તેમનું પૂજન કરવું પડે, તે કારણ થી મંદિરમાં હાજર તમામ કન્યાઓનું પૂજન કર્યા બાદ તેમને દત્તક લેવામાં આવી હતી. મંદિરના મેદાનમાં તમામ કન્યાઓને ભારતના નકશા અનુસાર ગોઠવણી કરવામાં આવી હતી. તેમજ તમામ દીકરીઓ શપથ લીધા કે ઘર અથવા સમાજમાં કોઈ વ્યસન કરતું હશે તે તેને અટકાવીશું. મુસ્લિમ સમાજની 251 દીકરીઓ પણ દત્તક લેવામાં આવશે
કેશરા વિસ્તારમાં હિન્દુ તેમ જ મુસ્લિમ સમાજમાં કોમી એકતા ચાલતી આવી છે, આ વિસ્તારમાં કેટલાક પરિવારો અતિ ગરીબી રેખામાં આવે છે. ત્યારે મુસ્લિમ પરિવારની દીકરી પણ આપણી દીકરી કહેવાય તે માટે દીકરીઓ દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેશરા વિસ્તારમાં દરેક તહેવાર હોય જેમાં દિવાળી હોય કે ઈદ કોમી એકતા તરીકે ઉજવણી કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments