પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કરવાના મામલે કેનેડિયન પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. કેનેડિયન પોલીસનું માનવું છે કે આ કેસમાં ફરાર બીજો આરોપી ભારત ભાગી ગયો છે. આ ઘટના લગભગ બે મહિના પહેલા 2 સપ્ટેમ્બરે બની હતી. ત્યારથી કેનેડા પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અનુસાર, ધરપકડ કરાયેલ શંકાસ્પદની ઓળખ વિનીપેગના 25 વર્ષીય અબજીત કિંગરા તરીકે થઈ છે. આરોપી અભિજીત કિંગરાની ઓન્ટારિયોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને શુક્રવારે ઑન્ટારિયોની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે કહ્યું કે બીજા શંકાસ્પદ માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. બીજા આરોપીની ઓળખ 23 વર્ષીય વિક્રમ શર્મા તરીકે થઈ છે, જે વિનીપેગમાં રહેતો હતો પરંતુ પોલીસ હવે ભારતમાં હોવાનું માને છે. ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો
એપી ધિલ્લોનનું ઘર વાનકુવર વિસ્તારમાં છે. તેના ઘરે ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો મુજબ એક શૂટરે ગેટની બહારથી 11 ગોળીઓ ચલાવી હતી. તેણે કાળા કપડા પહેર્યા હતા. આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. ગેંગસ્ટર રોહિત ગોદારાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. 9 ઓગસ્ટે સિંગર એપી ધિલ્લોનનું બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથેનું ગીત ‘ઓલ્ડ મની’ રિલીઝ થયું હતું. આ ગોળીબાર આની સાથે જોડાયેલો જોવા મળ્યો હતો. ગેંગસ્ટરની પોસ્ટ..