back to top
Homeગુજરાતફટાકડાએ અડધું કબાડી માર્કેટ ખાખ કર્યું:અમદાવાદના મિરઝાપુરમાં રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી,...

ફટાકડાએ અડધું કબાડી માર્કેટ ખાખ કર્યું:અમદાવાદના મિરઝાપુરમાં રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી, ફાયરના 100 જવાનોએ 5 લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો

અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં મોડીરાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફટાકડાના કારણે કબાડી માર્કેટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા 21 જેટલી ગાડીઓ સાથે ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર સહિત 8 અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 100 લોકોના ફાયર બ્રિગેડના સ્ટાફે વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. રાત્રે એક વાગ્યા આસપાસ ફાયરબ્રિગેડને કોલ મળ્યો
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડીરાત્રે એક વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, મિરઝાપુર વિસ્તારમાં આવેલા જયહિન્દ કબાડી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. જેના પગલે ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ પહેલા દોડાવવામાં આવી હતી. જો કે, ફાયરબ્રિગેડ પહોંચ્યું ત્યાં સુધીમાં તો જૂનાં વાહનોથી લઈ અને દુકાનો સહિતમાં આગ ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધીમે ધીમે આગ આગળ વધતી ગઈ હતી. અડધાથી વધુ કબાડી માર્કેટમાં આગ ફેલાઈ ગઈ હતી. આગનું તણખલું સામેના બિલ્ડિંગમાં પડતા ત્યાં પણ આગ લાગી
કબાડી માર્કેટમાં લાગેલી આગથી તણખલું સામેના ભાગે આવેલા એક બિલ્ડિંગમાં લાગતા ત્યાં પણ નાની આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી રહી હતી પરંતુ જૂનાં વાહનો હોવાથી અને વસ્તુઓના કારણે આગ વધારે ફેલાઈ ગઈ હતી. કુલ 21 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને બે ડિવિઝનલ ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 100થી વધુ કર્મચારીઓનો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો હતો. કોઈપણ જાનહાનિ થઈ નથી
ફાયરબ્રિગેડ દ્વારા વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દેવામાં આવી હતી. ચારથી પાંચ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. સવાર સુધી ફાયરબ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અમદાવાદ ફાયર બ્રિગેડને મળેલા આગના કોલ 31 ઓક્ટોબર સવારથી 6 વાગ્યાથી 1 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધીના કોલ સુરતમાં 90 આગના બનાવ બન્યા
ગતરોજ દિવાળીના તહેવારને લઈને સુરત શહેરનું ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યું હતું. 90 જેટલા આગના બનાવો ફાયર વિભાગના ચોપડે નોંધાયા છે. એક નવેમ્બરની રાતની વાત કરવામાં આવે તો 12:00 વાગ્યા બાદ આગના 33 કોલ નોંધાયા છે. મોડીરાત્રે વરાછામાં આવેલી રચના સોસાયટી ખાતે આવેલા મોબાઈલ કવર ગોડાઉનની અંદર ફટાકડાના ઉડેલા તણખાને કારણે આગ લાગી જવા પામી હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની જાણ થતાં જ ત્રણ જુદાં જુદાં ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. વડોદરામાં આગના 21 કોલ મળ્યા
વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી સેવામાં ગઈકાલ સાંજથી સવાર સુધીમાં કુલ 21 કોલ મળ્યા હતા. જેમાં વડોદરા નજીક આવેલ કોયલીમાં તમાકુની ફેક્ટરીમાં આગ લાગતા 4 વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. આ સાથે જ કચરાના ઢગલામાં કુલ 16 કોલ, મકાનોમાં આગ 01, શોર્ટ સર્કિટ 03, ઝાડમાં આગનો 01 કોલ મળ્યા હોવાની વિગતો સામે આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments