ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ આજથી મુંબઈમાં રમાશે. મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં બંને ટીમ ચોથી વખત આમને-સામને રમશે. ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટે અને બીજી મેચમાં 113 રનથી હરાવ્યું હતું. જો કે, આ હાર છતાં ભારત WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારતે WTC ફાઈનલને ધ્યાનમાં રાખીને કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. આ સાયકલમાં ટીમની હજુ 6 મેચ બાકી છે. અન્ય પર આધાર રાખ્યા વિના WTC ફાઈનલ રમવા માટે, ટીમે આમાંથી 4 મેચ જીતવી પડશે અને 2 ડ્રો કરવી પડશે.