જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી તળે આવતા રાજપરા બંદરથી દરિયામા એક માછીમારની તબીયત લથડતા પીપાવાવ કોસ્ટગાર્ડની રેસ્કયુ ટીમે અહી દોડી જઇ માછીમારને જેટી સુધી લાવી સારવારમા ખસેડી જીવ બચાવ્યો હતો. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી જાફરાબાદ તળે આવતા બંદર સૈયદ રાજપરા બંદર ખાતેથી દરિયાઈ વિસ્તારમાં ૫ કલાકના અંતરે સવારના સમયે એક માછીમારની તબિયત લથડી હતી. ધારાબંદરના પ્રમુખ પુનાભાઇ ડાયાભાઇ બારૈયા અને ઉપપ્રમુખ જયંતીભાઇ કડવાભાઈ સોલંકી દ્વારા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી જાફરાબાદનો સંપર્ક કર્યો હતો. જેથી કચેરી દ્વારા ઇંડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવને તમામ બાબતોથી વાકેફ કરી ઘટતી કાર્યવાહી માટે જણાવતા ઇંડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પિપાવાવ દ્વારા તરત જ એક્શન લઇ રેસક્યુ બોટ શિપ C-409ને રવાના કરવામા આવી હતી અને માછીમારને જેટી સુધી લાવી સારવાર માટે ખસેડી જીવ બચાવ્યો હતો. ધારાબંદરના પ્રમુખ પુનાભાઇ ડાયાભાઇ બારૈયા અને ઉપપ્રમુખ જયંતીભાઇ કડવાભાઈ સોલંકી દ્વારા ઇંડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પિપાવાવ, મદદનીશ મસ્ત્યોદ્યોગ નિયામક કે. એમ.સિકોતરિયા, ફિશરીઝ ઓફિસર એ.એ.મકરાણી, જાફરાબાદ મરીન પોલીસ વિગેરેનો આભાર માન્યો હતો.