back to top
Homeભારતશિવસેના (UBT) સાંસદે શાઇના એનસીને 'માલ' કહ્યા:કહ્યું- ચૂંટણીમાં ઇમ્પોર્ટેડ માલ નથી ચાલતો;...

શિવસેના (UBT) સાંસદે શાઇના એનસીને ‘માલ’ કહ્યા:કહ્યું- ચૂંટણીમાં ઇમ્પોર્ટેડ માલ નથી ચાલતો; જવાબમાં શાઇનાએ કહ્યું- હું એક મહિલા છું, માલ નથી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંતે શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મુંબાદેવીથી પાર્ટીના ઉમેદવાર શાઇના એનસી પર અભદ્ર ટિપ્પણી કરી છે. સાવંતે શાઈનાને ‘ઈમ્પોર્ટેડ માલ’ કહ્યાં. શુક્રવારના રોજ સાવંતને શાઇના એનસીના ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે કહ્યું- અહીં ચૂંટણીમાં ઈમ્પોર્ટેડ માલ ચાલતો નથી. ઓરિજિનલ માલ ચાલે છે. તેના જવાબમાં શાઇનાએ X પર પોસ્ટ કરીને કહ્યું- હું એક મહિલા છું, માલ નથી. આ પછી શાઇનાએ મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એકનાથ શિંદેની શિવસેનાએ મુંબાદેવી બેઠક પરથી શાઇના એનસીને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અમીન પટેલનો સામનો કરશે. શાઇના એનસી વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તેઓ મુંબઈની ગ્લેમર વર્લ્ડની પ્રખ્યાત હસ્તી છે. શિવસેનાની ટિકિટ જાહેર થયા બાદ શાઇનાએ બીજેપી છોડી દીધી હતી. તેઓ ભાજપના પ્રવક્તા પણ હતા. ભાજપે કહ્યું- સાવંતનું નિવેદન દુઃખદાયક છે
સાવંતના વિવાદાસ્પદ નિવેદન પર બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું- સાવંતનું નિવેદન જોઈ અને સાંભળીને દુઃખી છું. રાજકીય મહિલા માટે આ પ્રકારની ટિપ્પણી ખૂબ જ પીડાદાયક છે. આ નિંદનીય છે. અમે આની નિંદા કરીએ છીએ. સાવંતે કહ્યું- શાઇના સામે લડનાર અમીન પટેલ ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે ઝારખંડના મંત્રીએ બીજેપી નેતા સીતા સોરેનને રિજેક્ટેડ માલ ગણાવ્યો હતો
અરવિંદ સાવંત પહેલા ઝારખંડની હેમંત સોરેન સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા ઈરફાન અંસારીએ પણ આવું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 26 ઓક્ટોબરે નોમિનેશન ભર્યા બાદ તેમણે બીજેપી નેતા સીતા સોરેનને રિજેક્ટેડ માલ ગણાવ્યો હતી. સીતા સોરેન સીએમ હેમંત સોરેનની ભાભી છે. તેના પર સીતા સોરેને કહ્યું હતું કે અંસારીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, તેના માટે તેમણે માફી માગવી પડશે. અગાઉ પણ તેઓ મારા વિશે અંગત વાતો કહી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે તમામ હદ વટાવી દીધી છે. ઈરફાન અંસારી માફી માગો નહીં તો ઉગ્ર વિરોધ માટે તૈયાર રહો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંબંધિત આ સમાચાર પણ વાંચો… 5 વર્ષમાં 3 સરકારોના રિપોર્ટ કાર્ડ; 3 મોટા પ્રોજેક્ટ ગુમાવ્યા, 7.83 લાખ કરોડનું દેવું 5 વર્ષ, 3 મુખ્યમંત્રી અને 3 અલગ અલગ સરકારો. 2019ની વિધાનસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં 5 વર્ષ સુધી રાજકીય ઊથલપાથલ ચાલુ રહી. પહેલા એનસીપી અને બીજેપી ગઠબંધને સરકાર બનાવી. દેવેન્દ્ર ફડણવીસ સીએમ અને અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા. બપોર સુધીમાં NCP ચીફ શરદ પવારે અજિત પર બળવાનો આરોપ લગાવ્યો અને સરકારને ગેરકાયદે જાહેર કરી. આ સરકાર 3 દિવસમાં પડી ગઈ. ત્યાર બાદ મહારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. સરકાર 2 વર્ષ, 7 મહિના અને 1 દિવસ સુધી પાટા પર રહી. 2022માં શિંદે જૂથ શિવસેનાથી અલગ થઈ ગયું અને મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ. (સંપૂર્ણ સમાચાર વાંચો…)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments