ભોજપુરી સુપરસ્ટાર અને સાંસદ રવિ કિશન લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. દિવ્ય ભાસ્કરના ખાસ સૂત્રોએ આ માહિતી આપી છે. હવે આ શોમાં રવિ કિશન કયો રોલ ભજવશે, એ તો પછી ખબર પડશે. શક્ય છે કે તે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે આવી રહ્યા છે. એ પણ શક્ય છે કે તે બિગ બોસના ઘરમાં ગેસ્ટ કન્ટેસ્ટેન્ટ તરીકે થોડા દિવસ રોકાઈ શકે. ત્રીજી શક્યતા એ પણ છે કે તે સલમાન ખાનની જગ્યાએ શો હોસ્ટ કરી શકે છે. નોંધનીય છે કે, સલમાન દર શનિવાર અને રવિવારે શોને હોસ્ટ કરે છે. હાલમાં તેને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. આ સિવાય તેની ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. રવિ કિશન બિગ બોસ સિઝન 1 માં સ્પર્ધક બન્યા હતા
નોંધનીય છે કે, રવિ કિશન બિગ બોસની પ્રથમ સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. તે ફાઇનલમાં પણ પહોંચ્ય હતા. રવિ કિશન અગાઉ બિગ બોસ ઓટીટી સીઝન 3 ના એપિસોડમાં ગેસ્ટ હોસ્ટ તરીકે દેખાયા હતા. ત્યારે તેણે સ્પર્ધકો માટે ક્લાસનું પણ આયોજન કર્યું હતું. સલમાન કડક સુરક્ષા હેઠળ આ શોને હોસ્ટ કરી રહ્યો છે
નોંધનીય છે કે, આ દિવસોમાં શોના હોસ્ટ સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. હાલમાં કડક સુરક્ષા હેઠળ શો હોસ્ટ કરી રહ્યો છે. તેનું શૂટિંગ ફિલ્મ સિટી, ગોરેગાંવ, મુંબઈમાં થાય છે. સલમાન દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે સેટ પર પહોંચે છે. આ બંને દિવસોમાં શૂટિંગ કરવામાં આવે છે, જે શનિવાર અને રવિવારે રાત્રે ટીવી પર ટેલિકાસ્ટ થાય છે. આ શોનો કોન્સેપ્ટ નેધરલેન્ડથી આવ્યો હતો, સલમાનના આવ્યા બાદ તેને મજબૂત ટીઆરપી મળી હતી
બિગ બોસનો કોન્સેપ્ટ નેધરલેન્ડના શો ‘બિગ બ્રધર’માંથી લેવામાં આવ્યો છે. તેનો પ્રથમ એપિસોડ ભારતમાં 3 નવેમ્બર 2006ના રોજ પ્રસારિત થયો હતો. પ્રથમ સિઝનના હોસ્ટ અરશદ વારસી હતા. બીજી સીઝનનું પ્રસારણ 17 ઓગસ્ટ, 2008ના રોજ શરૂ થયું. તેને શિલ્પા શેટ્ટીએ હોસ્ટ કરી હતી. શિલ્પા બિગ બ્રધરની વિનર પણ રહી હતી. ત્રીજી સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. જોકે, આ ત્રણેય સિઝનને એટલી લોકપ્રિયતા મળી નથી. સલમાન ખાને ચોથી સિઝનમાં હોસ્ટ તરીકે પ્રવેશ કર્યો હતો. દર્શકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી. આ શોને ઘણી ટીઆરપી મળવા લાગી. અત્યાર સુધીમાં કુલ 17 સિઝન ટેલિકાસ્ટ થઈ ચૂકી છે. હાલમાં 18મી સિઝન ઓન એર છે.