back to top
Homeમનોરંજન'સ્ક્રિપ્ટને ક્યારેય પથ્થર કી લકીર ન ગણવી':'મુન્નાભાઈ MBBS'માં અરશદ વારસીએ જાતે જ...

‘સ્ક્રિપ્ટને ક્યારેય પથ્થર કી લકીર ન ગણવી’:’મુન્નાભાઈ MBBS’માં અરશદ વારસીએ જાતે જ ડાયલોગ્સ બનાવ્યા, કહ્યું- હું સીન પ્રમાણે બોલું છું

સંજય દત્ત અને અરશદ વારસીની ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં ‘સર્કિટ’ના રોલમાં અરશદ વારસીના ફની ડાયલોગ્સે લોકોને હસાવ્યા હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અરશદે જણાવ્યું હતું કે, ફિલ્મના મોટાભાગના ડાયલોગ તેને ઓન ધ સ્પોટ પોતે જ બનાવ્યા છે. મશાબે ઈન્ડિયા સાથે વાત કરતા અરશદ વારસીએ કહ્યું, ‘હું મારા કામને વધારે જોતો નથી. પરંતુ જ્યારે પણ હું તેને જોઉં છું ત્યારે મને લાગે છે કે મેં સારું કર્યું છે. મુન્નાભાઈમાં મેં જે કંઈ કહ્યું છે, તે બધું ઈમ્પ્રુવાઇઝ્ડ છે અને તે પણ તૈયારી વગર. અરશદ વારસીએ કહ્યું, ‘AC રૂમમાં સ્ક્રિપ્ટ લખવા અને સેટ પર જઈને લોકોને મળવા અને પછી સ્ક્રિપ્ટ લખવામાં ઘણો તફાવત છે. જ્યારે કોઈ તમને સ્ટોરી કહે છે, ત્યારે તે એક અલગ પરિસ્થિતિ છે. પરંતુ જ્યારે તમે કોઈ સીન શૂટ કરો છો, ત્યારે બધું બદલાઈ જાય છે. તેથી, સ્ક્રિપ્ટને ક્યારેય પથ્થરની લકીર ન ગણવી જોઈએ. રાજકુમાર હિરાનીની ફિલ્મમાં મેં આવું જ કર્યું હતું. અરશદ વારસીએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે મને ડાયલોગ આપવામાં આવે છે ત્યારે હું સૌથી પહેલા સીનને સમજવાનો પ્રયત્ન કરું છું. જો કોમેડી ડાયલોગ હોય, તો હું ઝડપથી સમજી શકું છું કે તે કેવી રીતે કરવું. જો કે, જેઓ મારી સાથે કામ કરે છે તેઓને લાગે છે કે તેમાં શું મજા છે. પરંતુ જ્યારે તમે એ જ દ્રશ્ય પછીથી જુઓ છો, ત્યારે તે એકદમ રમુજી લાગે છે. તેથી જ જ્યારે પણ હું ડિરેક્ટરને કોઈ સુધારો કરવા માટે પૂછું છું, તો તે તરત જ કહે છે કે હા, તે સારું લાગશે. હાલમાં જ અરશદ વારસીની ફિલ્મ ‘બંદા સિંહ ચૌધરી’ રિલીઝ થઈ છે. આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની સાંપ્રદાયિક હિંસા દર્શાવે છે. આ ફિલ્મમાં અરશદ સાથે મેહર વિજ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ સિવાય અરશદ ફાલતુ, ઇશ્કિયા, જોલી LLB, દેઢ ઇશ્કિયા, મુન્નાભાઇ MBBS, લગે રહો મુન્ના ભાઇ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments