પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી લોકોના ઘરોથી લઈ ધર્મસ્થાનો સુધી કરવામાં આવી છે. દીપાવલી પર્વમાં ગુજરાતનાં તમામ શહેરોમાં મોટાભાગનાં ધર્મસ્થાનો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે. ભાવનગરના અક્ષરવાડીમાં આવેલું BAPS સ્વામિનારાયણ મંદિર પણ દીપાવલી પર્વે રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યું છે. દિવાળીની રાત્રે હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણની 4000 હજાર દીવડાઓથી સમૂહ આરતી કરવામાં આવી હતી. સમૂહ આરતી સમયે મંદિર પરિસરનો નયનરમ્ય આકાશી નજારો જોવા મળ્યો હતો. હજારો હરિભક્તોએ સમૂહઆરતીનો લાભ લીધો
દિવાળીના દિવસે ભગવાન રામચંદ્રજી, માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે અયોધ્યા પરત પધાર્યા ત્યારે પૂરા અયોધ્યામાં હજારો દીવડાઓ પ્રગટાવીને ભગવાનને આવકાર્યા હતા. બસ એ જ પરંપરા આજ સુધી ચાલી આવે છે. ત્યારે દિવાળીનો તહેવાર આવતા લોકોનો ઉત્સાહ બેવડાઇ જાય છે અને ધર્મ સ્થાનકોમાં પણ ઉત્સવ મનાવવામાં આવે છે. તે પ્રમાણે ભાવનગર BAPS સ્વામિનારાયણ મંદિર એટલે કે અક્ષરવાડી ખાતે સાંજના સમયે પૂરા મંદિર પરિસરને 4000 દીવડાઓ પ્રગટાવીને દૈદીપ્યમાન કરવામાં આવ્યું હતું. સાથે મંદિરમાં ભવ્ય દીપોત્સવી આરતી કરવામાં આવી હતી. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામૂહિક આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. 4000 દીવડાથી મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું
અક્ષરવાડી મંદિર પરિસરમાં દીવડાઓ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવ્યો હતો જેમાં મંદિરને વિવિધ રંગોની રોશની દ્વારા મંદિર અને પૂરી પ્રદક્ષિણા પરિસર આપણને અલૌકિક વાતાવરણમાં જોવા મળ્યું હતું, અને દીપાવલીનો ઉત્સવ 4000 દીવડાઓ પ્રગટાવીને ભગવાનને દીપ જ્યોતિની અર્ધ્ય આપવામાં આવી હતી. આ પ્રસંગે અક્ષરવાડીના ત્યાગરાજ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે 4000 દીવડાથી ભગવાનની આરતીનો લાભ લીધો છે, દિવાળીનો ઉત્સવ અમાસની રાત્રે અજવાળા ફેલાવતા દીવડા પ્રગટાવી અંતરમાં પ્રકાશ પાથરવાની પ્રાર્થના સૂચવે છે. શરીર, ઘર, કુટુંબમાં શુદ્ધિ, નવીનતા, પ્રેમ અને આત્મીયતા કેળવવાનો અવસર છે. અને નવું વર્ષ બધાનું ખૂબ સારું જાય અને તન, મન અને ધનથી ખૂબ સુખી થાય તેવા આશીર્વાદ પાઠવ્યા છે. આ પણ વાંચોઃ પ્રમુખસ્વામીનું જન્મસ્થળ ઝળહળ્યું 2 તારીખે નવા વર્ષે અન્નકૂટોત્સવ યોજાશે
તા.2/11ને શુક્રવારેના રોજ અન્નકૂટોત્સવ અંતર્ગત ભગવાન સમક્ષ 1200થી વધુ વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ થશે. સવારે 10:30થી સાંજના 7 વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થશે. તા.2/11 સં.2080 નૂતન વર્ષે સવારે 6:15 કલાકે નૂતન વર્ષ મહાપૂજા, 7:30 કલાકે શણગાર આરતી, સવારે 6:30થી 12 નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. આ પણ વાંચોઃ રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઊઠ્યું વર્ણીન્દ્રધામ