ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુરત, અમદાવાદ સહિત વિવિઘ સ્થળોએ રહેતાં લોકો દિવાળી પર્વને લઇને પોતાનાં વતનમાં આવતા ગામડાઓમાં ઠેર ઠેર વતનપ્રેમીઓને લઈ ગ્રામ્ય જીવન ધબકતું થયુ છે. સુરત, અમદાવાદ સહિત મોટાં શહેરોમા રહેતાં લોકો દિવાળી પર્વને લઇને તહેવારોની રજાઓ માણવા વતનની વાટ પકડી છે. ઊંઝા તાલુકાના આજુબાજુના અનેક ગામોના લોકો પણ ધંધાર્થે રોજગાર માટે મોટાં શહેરમાં ગયા છે. આજે દિવાળીના તહેવાર માણવા વતનમાં આવ્યા છે. જેના કારણે દૂધની માંગ પણ ગામડાઓમાં વધી છે. ભુણાવ ગામમા દૂધ લેવા લોકો દૂધ મંડળી આગળ સવારે વાસણ મૂકી લાઇનમાં નંબર મૂકે છે. સાંજે 6 વાગે દૂધ લેવા ગામમાં આવે છે. બહારગામ વસતા લોકો ગામડાઓમાં આવતા આજે ગ્રામ્ય જીવન પુન ધબકતું થયું છે. અત્રે ઉલ્લેખનીય છે ઊંઝા પંથકના દાસજ, બિલિયા ભુણાવ , ઉનાવા, મહેરવાડા સહિતના ગામડાઓમાં મોટાભાગના લોકો ધંધાર્થે સુરત, અમદાવાદ સહિત મોટા શહેરોમાં સ્થાયી થયા છે.