દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્રના જંગલ વિસ્તાર અને રિસોર્ટ ફામ હાઉસમાં આવતા લોકો સિંહો સહિત વન્યપ્રાણીને પરેશાન ન કરે તે માટે અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વ ડીવીઝનના DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા વિશેષ પેટ્રોલીંગ રાખવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 દિવસ સુધી 24 કલાક વનવિભાગ પેટ્રોલીંગ કરશે. દરેક રેન્જ વિસ્તારમાં અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં રાતવાસો કરી પેટ્રોલિંગ કરશે. કર્મચારીઓ સ્ટાફ ઓફિસરો પેટ્રોલિંગમાં જોડાયા છે. ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં લોકો ગેરકાયદેસર પ્રવેશ ન કરે તેમજ લાઈન શો કે સિંહોની પજવણી ન કરે તે માટે તકેદારી રાખવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃતિઓ કોઈ લોકો ન કરે તે માટે ખાસ વિશેષ તકેદારીના ભાગરૂપે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દિવાળીની રજામાં પ્રવાસીઓ મંદિરો અને રિસોર્ટ ફામ હાઉસમાં સૌથી વધારે ફરવા જાય છે. જેથી વનવિભાગ એક્સન મોડમાં આવી ગયું છે. રાત્રીના ઠંડીના માહોલ વચ્ચે કર્મચારીઓ સઘન ચેકીંગ કરી રહ્યા છે. વન્યપ્રાણી હેરાન ન થાય તે માટે વનવિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. જંગલ અને જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં સિંહો અવર જવર કરતા હોય છે તેમને કોઈ હેરાન પરેશાની ન કરે લાઈટો કરી સિંહ દર્શન ન કરે વાહનો પાછળ દોડાવે નહિ. હરણ, વાંદરાને કોઈ બીસ્કિટ જેવા અન્ય ખોરાક ન આપે તે માટે પ્રવાસીઓ લોકોને વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત રિસોર્ટ ફામ હાઉસમાં વનવિભાગ પોહચી જાગૃતા ફેલાવવા પત્રિકા વિતરણ કરી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જાગૃત કરવા માટે રૂબરૂ મળી રહ્યા છે. કોઈ શંકાસ્પદ મુમેન્ટ રાત્રીના સમયે જોવા મળે તો તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે. હાલ ગીર પૂર્વની તમામ રેંજના અધિકારીઓ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે. ધારી ગીર પુર ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું કે, ગિરની આજુબાજુમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય છે જેથી જંગલના જાહેર માર્ગો વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વન્યપ્રાણીને કોઈ ખલેલ ન પોહચે કોઈ જોખમ ઉભું ન થાય તે માટે રેડ એલર્ટ જાહેર કરી વિશેષ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જંગલ અને ધાર્મિક મંદિરોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ અને વનવિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગીર વિસ્તારમાં હોટલ રિસોર્ટ આવેલ છે જ્યાં ખાસ જાગૃતિઓ ફેલાવવામાં આવી છે અહીં ગેરકાયદેસર સિંહ દર્શન લોકો ન કરે અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ન ફેંકે નહિતર વનવિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે રિસોર્ટ આસપાસ લોકો સિંહ કરવા ન જાય ગીર પૂર્વ વનવિભાગ દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામા આવે છે. ગેરકાયદેસર લાઇન શો ન કરવા માટેની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.આવી પ્રવૃત્તિઓથી દૂર રેહવા વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.