દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દિવાળીના અવસર પર પોતાની દીકરીની પહેલી તસવીર બતાવીને તેનું નામ જાહેર કર્યું છે. ફોટો શેર કર્યાની થોડી જ મિનિટોમાં વાઇરલ થઈ ગયો. ચાહકો આ ફોટા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અભિનેત્રીની પુત્રીના નામના વખાણ કરી રહ્યા છે. તસવીરમાં માતા અને પુત્રી બંને લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 9 સપ્ટેમ્બરે માતા-પિતા બન્યા હતા રણવીર-દીપિકાએ દીકરીની તસવીર શેર કરી
ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે દીપિકા અને રણવીરે કેપ્શનમાં લખ્યું, ‘દુઆ પાદુકોણ સિંહ. ‘દુઆ’: જેનો અર્થ થાય છે પ્રાર્થના. તેઓ અમારી પ્રાર્થનાનો જવાબ છે. અમારા હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલા છે. દીપિકા અને રણવીર.’ ફોટોમાં દીપિકા પાદુકોણ દુઆ સાથે જોવા મળે છે, જોકે તેની પુત્રીનો ચહેરો દેખાતો નથી. દુઆના નાના પગ દેખાય છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીસ શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. એક પ્રશંસકે લખ્યું, તમારું સ્વાગત છે દુઆ પાદુકોણ. અન્ય એક ચાહકે લખ્યું, બેસ્ટ ગિફ્ટ. રણવીરે એકવાર કહ્યું હતું કે તે તેના ભાવિ બાળક માટે નામોની યાદી બનાવી રહ્યો છે. રણવીરે લિસ્ટમાં સામેલ એક નામનો ખુલાસો કર્યો હતો. આલીયા ભટ્ટે કરી કોમેન્ટ
આ પોસ્ટ પર અનેક ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે. પોસ્ટના થોડા જ કલાકમાં લાખો લાઈક મળી છે. જ્યારે યુઝર્સની સાથે-સાથે સેલેબ્રિટી પણ આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યાં છે. જેમાં આલીયા ભટ્ટે કોમેન્ટ કરીને કેટલાય રેડ હાર્ટ ઈમોજી શેર કર્યા હતા.